Vishesh News »

જીલ્લામાં ચૂંટણી પંચ દ્વારા વિદ્યાર્થી મારફતે પરિવાર સુધી મતદાનનો સંકલ્પ પહોચાડયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૧ ઃ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરે તે માટે નિર્વાચન આયોગ દ્વારા વિવિધ ગતિવિધિ હાથ ધરાઈ છે તે પૈકી સંકલ્પ પત્ર મતદાર સુધી પહોંચાડવા માટે શાળાના વિદ્યાર્થીઓને પણ માધ્યમ રખાયા છે. વલસાડ જિલ્લામાં સીઆરસી બીઆરસી દ્વારા શાળાઓને સંકલ્પ પત્રો આપવામાં આવ્યા હતા જે સંકલ્પ પત્રો વિદ્યાર્થીઓના વાલી સુધી પહોંચાડવા શાળાઓ દ્વારા કવાયત હાથ ધરાઈ હતી અને આ સંકલ્પ પત્રમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરે તે માટે સંકલ્પ બદ્ધ થવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે અને ચૂંટણી ઍ લોકશાહીનો પ્રાણ છે ત્યારે મતદાતાઓ દ્વારા આ પવિત્ર પર્વ અને પવિત્ર ફરજ યોગ્ય સમયે યોગ્ય રીતે નિભાવાય તે આવકાર્ય છે.