Vishesh News »

વલસાડની શાળાઅોમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીનું જીવંત પ્રસારણ નિહાળ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૧ ઃ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત તા. ૭ મે ૨૦૨૪ના રોજ વલસાડ જિલ્લામાં મતદાન થનાર છે ત્યારે વધુમાં વધુ લોકો પોતાના બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીઍ સમગ્ર રાજ્યમાં તા. ૨૧ માર્ચને ગુરૂવારે ફેસબુક પર લાઈવ થઈ રાજ્યના મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. વલસાડ જિલ્લામાં સ્વીપ મેનેજમેન્ટ ઍક્ટિવીટી હેઠળ સ્વીપ નોડલ અધિકારી ડી.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ બોર્ડની પરીક્ષા સેન્ટર સિવાયની જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ઍસઍમસી કમિટીના સભ્યો, ગ્રામજનો, શિક્ષકો તેમજ નવા મતદારો અને વિદ્યાર્થીઓઍ મતદાન જાગૃત્તિ કાર્યક્રમ હેઠળ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને સાંભળ્યા હતા.