Vishesh News »

વલસાડમાં ગીરવે કાર વેચી દેતા ૪ ઇસમો સામે ફરિયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૧ ઃ વલસાડ શહેરમાં કાર ભાડે લઈ ગયા બાદ કારમાં અસલી કાગળો રહી જતા બરોબર કાર પોતાના કબજામાં રાખી બાદ માં ગીરવે મૂકી ચાર ઇસમો ઍ છેતરપિંડી કરતા વલસાડ સીટી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ કરી રહી છે. વલસાડ શહેરના લુહાર ટેકરા રોયલ હોસ્પિટલ પાસે આવેલી સર્વોદય સોસાયટી ઘર નંબર બી ૪/૨ માં રહેતા હિતેશભાઈ પરસોત્તમભાઈ પટેલ ટ્રાવેલના ધંધામાં પોતાની ફૂશ્વદ્દજ્ઞ્િંર્ી કાર નંબર જીજે ૧૫ /સી.ઍ ./ ૯૭૮૮ ભાડા પર મોકલાવે છે. તારીખ ૨૮ ૨ ૨૦૨૪ ના રોજ જશુભાઈ નામના વ્યક્તિઍ ફોન કરી જણાવ્યું કે બરોડા લગ્નમાં જવાનો હોવાથી ૧૨ દિવસ માટે ગાડી ભાડે જોઈઍ છે. ૧૫૦૦ રોજ પ્રમાણે ભાડું નક્કી કરતા તેજસભાઈ ઍ ફોન કરી ડ્રાઇવર સંજયને ૧૧ઃ૩૦ કલાકે વલસાડ કલ્યાણબાગ પાસે ફૂશ્વદ્દજ્ઞ્િંર્ી કાર આપવા માટે ગયો હતો. જોકે ફૂશ્વદ્દજ્ઞ્િંર્ી કાર ની અંદર કારના અસલ આર.સી.બુક, ઇન્સ્યોરન્સ, પી.યુ..સી.તથા અન્ય જરૂરી કાગડો રહી ગયા હતા તેમજ તે જશે સાંજે આધારકાર્ડ અને લાયસન્સ મોકલવા જણાવ્યું હતું. અને તે જ દિવસે ખાતામાં ૧૦,૦૦૦ રૂપિયા ભાડાના મોકલી આપ્યા હતા. ત્રણ ચાર દિવસ બાદ તેનો મિત્ર બે પ્રકાશ મોહનલાલ બુધ્ધે કાર બગવાડા ટોલનાકાથી વલસાડ તરફ જતી જોવા મળતા તેમણે બરોડા તેજસ ને ફોન કરતા જણાવ્યું કે બરોડા છે.. સંજય જણાવ્યું કે તમારી કાર તેજસભાઈ મહેશભાઈ વાસાણી રહે. રાજન નગર અબ્રામા વલસાડ ફોન કરી જણાવ્યું કે મારા મિત્ર પરવેઝ ઈમ્તિયાઝ મુલતાની રહે નાના તાઈવાડ હાજી હાસમની ચાલ વલસાડ કાર ભાડેથી લેવા માટે તેના મિત્ર સંજીવ ઉર્ફે ચકો ભીખુ પટેલ રહે આતલિયા બાલાજી નગર ગણદેવી ઍ સંજય હિતેશ પાસેથી કાર લઇ નવસારી ના અસીમ પાસે યાસીન પાસે ગયા અને તેની પાસેથી ૧,૧૦,૦૦૦ માં કાર ગીરવે મૂકીમળેલા પૈસા સંજય અને ૭૦૦૦, પરવેઝ ૫૫૦૦૦ કાર માલિક હિતેશ ૩૨૦૦૦ અને ૧૦,૦૦૦ રૂપિયા આર્ટીકલ નું ભાડું ચૂકવેલ અને ૫૦૦૦ રૂપિયા ત્રણેય જાણે ખર્ચા કરેલ છે. કાર નવસારીના યાસીન પાસે ગીરવે છે તેવું જણાવ્યું હતું. ચારે મિત્રોઍ છેતરપિંડી કરતા હિતેશ પરસોત્તમ પટેલે વલસાડ સીટી પોલીસ મથકમાં તેજસ મહેશ વાસાણી રહે રાજન નગર વલસાડ, પરવેઝ ઈમ્તિયાઝ મુલતાની રહે. નાની તાઇવાડ વલસાડ, સંજય ઉર્ફે ચકો ભીખુ પટેલ રહે. આતલિયા ગણદેવી અને યાસીન રહે નવસારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ કરી છે.