Vishesh News »

દમણમાં ચૂંટણી વિભાગ દ્વારા સી-વિજીલ ઍપ લોન્ચ કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૨૧ ઃ દમણ ચૂંટણી વિભાગે આગામી લોકસભાની ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આગામી લોકસભાની ચૂંટણી માટે વિવિધ બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. આને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન આ વખતે મતદાનની ટકાવારી વધારવા તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિઓને લઈને સંપૂર્ણ સતર્ક છે અને આ માટે પંચ દ્વારા સી-વિજિલ ઍપ બનાવવામાં આવી છે. ચૂંટણી પંચે મતદારોને આ સુવિધા આપી છે. આ ઍપ દ્વારા ફરિયાદી દારૂનું વિતરણ, પૈસાનું વિતરણ, મતદારોને લલચાવવા, કોઈના ઘર કે સંસ્થા પર પરવાનગી વિના બેનરો અને પોસ્ટર લગાવવા અને આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકશે. આ માટે ઍપમાંથી લીધેલો ફોટો કે વીડિયો સ્થળ પર મોકલવાનો રહેશે. આ સી-વિજિલ મોબાઇલ ઍપ્લિકેશન સામાન્ય લોકોને ચૂંટણી સમયે થતી કોઈપણ ભૂલો અથવા ઉલ્લંઘન વિશે ફરિયાદ નોંધાવવાની સુવિધા પૂરી પાડે છે. આ ઍપ્લિકેશનનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાયને પ્રોત્સાહન આપવાનો છે. ઍપ પર નોંધાયેલી ફરિયાદ કંટ્રોલ રૂમ સુધી પહોંચશે અને તેની તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવશે અને ફરિયાદમાં આપવામાં આવેલા લોકેશનની આસપાસ હાજર અધિકારીઓ સ્થળ પર પહોંચી જશે અને અધિકારીઓ ૩૦ મિનિટમાં તેની તપાસ કરશે. તેનો રિપોર્ટ સંબંધિત ખ્ય્બ્ ને સુપરત કરશે. જો ફરિયાદ કરનાર વ્યક્તિ ઍપ પર પોતાનો મોબાઈલ નંબર અને અન્ય માહિતી ન આપીને પોતાની ઓળખ ગુ રાખવા માંગે છે, તો તે માહિતી ઉપલબ્ધ રહેશે નહીં. વધુમાં, ઍપ ફરિયાદની પ્રગતિને પણ ટ્રૅક કરે છે, ફરિયાદીઓને તેમની ફરિયાદની સ્થિતિ પર નજર રાખવામાં મદદ કરે છે. ફરિયાદીઓ આ ઍપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર અથવા ઍપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે ઘ્-સ્ત્ઞ્ત્ન્ ઍપ્લિકેશન દ્વારા વપરાશકર્તાઓ સરળતાથી ચૂંટણી સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે. આ ક્રમમાં, આ સી-વિજિલ ઍપ્લિકેશને સામાન્ય લોકોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનાવવા માટે વધુ ઍક પગલું ભર્યું છે. તે નવા ભારત તરફ ઍક સામૂહિક પગલું છે જેનો ઉદ્દેશ્ય જાહેર સલામતી, ન્યાય અને લોકશાહીને મજબૂત કરવાનો છે.