Vishesh News »

ડીડીઓઍ પાણી ઉલેચનાર સામે કાર્યવાહી કરી ઃ સરપંચ પાસે ખુલાસો મંગાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૦ ઃ વલસાડના હિંગળાજગામના પોણિયું તળાવમાં પાણી હોવા છતાં ભૂમાફિયાઓ તળાવમાં મોટર મૂકી પાઇપ ખેતરોમાંથી લઈ જઈ ઔરગાનદીમાં પાણી છોડી તળાવ ખાલી કરવાના મામલે વલસાડ જિલ્લા વિકાસ અધિકારીઍ દમણગંગા ભવનના નહેર વિભાગ તેમજ વલસાડ તાલુકા વિકાસ અધિકારીને સુચના આપી તપાસ કરી પાણીકાળ દ્વારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી ગામ પંચાયત સરપંચ પાસે ખુલાસો માંગવામાં આવતા માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાત સરકાર દ્વારા ફરીથી સુજલામ સુફલામ યોજનાનો અમલ શરૂ કરતા ભુમાફીયાઓ સરપંચ સાથે સાઠ ગાંઠ કરી ઍનકેન પ્રકારે તળાવો લઈ લેતા હોય છે. ત્યારે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા જગાલાલા હિંગરાજગામે પોણિયું તળાવ પાણીથી છલોછલ ભરેલુ હોવા છતાં વિસ્તારના ભૂમાફિયાઍ તળાવમાંથી માટી ખોદવા માટે ઍક અઠવાડિયાથી મશીનો મૂકી રાત્રે મોટર ચલાવી પાણી બહાર કાઢી લાંબો પાઇપ ખેતરો માંથી લઈ જઈ સીધું ઓરંગા નદીમા પાણી સીધેસીધું છોડી તળાવ ખાલી કરવાના મામલે વલસાડ જિલ્લા વિકાસ અધિકારીઍ દમણગંગા ભવનના નહેર વિભાગ તેમજ વલસાડ તાલુકા વિકાસ અધિકારીને સુચના આપી તપાસ કરી પાણી કાઢનાર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગ્રામ પંચાયત સરપંચ પાસે ખુલાસો માંગવામાં આવતા માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.