Vishesh News »

વાપીમાં ફલાઈંગ સ્કવોર્ડની ટીમ ફરતી થઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૦ ઃ વાપી પંથકમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની આચારસંહિતાનું પાલન કરવા માટે ફલાઈંગ સ્કવોર્ડની ટીમ ફરતી થઈ સાથે અનેક વિસ્તારોમાંથી રાજકીય પક્ષના પોસ્ટર અને બેનર તેમજ દીવાલ પર લખેલા લખાણો હટાવવાની કામગીરી શરૂ કરાય છે. તા. ૭મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. જેને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તેમ જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય જેને કારણે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી આયુષ ઓક દ્વારા આચારસંહિતાનું સંપૂર્ણ પાલન કરાવવા માટે રાજકીય પક્ષો અને જવાબદાર સંસ્થા સાથે બેઠકો કરી જિલ્લામાં તેમજ વાપી પંથકમાંથી રાજકીય પક્ષના લગાવવામાં આવેલ ર્હોડિંગ્સ બેનર તથા દિવાલ ઉપર લખવામાં આવેલ લેખ અને પક્ષનું ચિન્હને હટાવવાની કામગીરી કરી છે ત્યારે છેલ્લા બે દિવસથી વાપી શહેર ઉદ્યોગ નગર અને તેની આજુબાજુના ગામડાઓમાં ફલાઈંગ કોડ ની ટીમ પણ ફરતી જોવા મળી રહી છે.