Vishesh News »

વાપીની કંપનીમાં મહિલાની હરકતથી પરેશાન થઈને કામદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૦ ઃ વાપી ઔદ્યોગિક વિસ્તારના સેકન્ડ ફેસમાં આવેલી યુનાઈટેડ ટેક્સટાઈલમાં કામ કરતા ૬૦થી વધુ કામદારો આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને કંપનીમાં કામ કરતી ઍક મહિલાની સાથી કામદારો તેમજ કંપની સંચાલક તથા સુપરવાઇઝર સાથે વારંવાર ઝઘડો કરી દાદાગીરી સાથે કંપની સળગાવી દેવાની ધમકી આપી તમામને બાનમાં લેવાનો પ્રયાસ કરનાર મહિલા સામે ફરિયાદ કરાઈ છે. પ્રા વિગત મુજબ આજે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં યુનાઇટેડ ટેક્સટાઇલ કંપનીમાં કામ કરતી ઍક મહિલાના નામે ગીતા દ્વારા કંપનીમાં અન્ય કામદારો સાથે વારંવાર ઝઘડો કરી સંચાલક તેમજ સુપરવાઇઝરને પણ બેફામ ગાળો આપી ધાક ધમકી આપતી હતી તથા કાતર લઇ મારવા દોડવાના બનાવને લઈ આ મહિલાને નોકરીઍથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારબાદ પાંચ દિવસ બાદ ફરી આ મહિલા કંપનીમાં આવીને ઝઘડવા લાગી હતી સાથે કંપનીમાં કામ કરતાં અન્ય સાથીદારોને પણ કંપનીમાં કામ નહીં કરવા દેવાની તથા તેમની સાથે પણ ઝઘડો કરતા સિક્યુરિટી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો તેમણે તેને પણ થાપટ મારી દીધી હતી અને પ્લાન્ટ પર પહોંચ્યા બાદ મહિલાઍ કાતર ઉપાડી અને ત્યાં કામ કરતાં અન્ય લોકોને મારવાની કોશિશ કરી હતી સાથે કંપનીમાં રહેલા કોમ્પ્યુટર તેમજ અન્ય સાધન સામગ્રીની તોડફોડ પણ કરી હતી જેને લઇ છેલ્લા પાંચ દિવસથી કંપનીમાં અન્ય કામદારોને પણ કામ નહીં કરવા દેવાથી કંટાળીને આજે લગભગ ૬૦ થી વધુ કામદારો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ વાપી ઉદ્યોગ નગર પોલીસ મથક પર આવી ગીતા નામની મહિલા સામે ફરિયાદ કરી તેની સામે કાર્યવાહી કરવા માટે ની માંગ કરી હતી. આ અંગે પોલીસે તાત્કાલિક યુનાઇટેડ ટેક્સટાઇલ કંપનીના માલિકને પોલીસ મથકે બોલાવી આ મહિલા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મહિલાને ઍક દિવસ પહેલા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી. કંપની દ્વારા છૂટી કરાયેલી મહિલા ગીતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મંગળવારે જીઆઇડીસી પોલીસ પણ કારખાને પહોંચી હતી. મહિલાને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. બાદમાં થોડા સમય બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. પરંતુ તે પછી પણ તે બુધવારે કંપનીમાં પહોંચી અને હંગામો મચાવવા લાગ્યો. જેના કારણે રોષે ભરાયેલા કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આરોપીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ જ મહિલા કાર્યકર પરત ફરવા પર મક્કમ હતી. પરંતુ બાદમાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહીનું આશ્વાસન આપતાં બધા પાછા ફર્યા હતા.