Vishesh News »

‘લોભીયા હોય ત્યાં ધુતારાઅો ભુખે ન મરે’ વલસાડના યુવાને ઍક ના ડબલ કરવાની સ્કીમમાં ૭૫ લાખ ગુમાવ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૦ ઃ માત્ર છ મહિનામાં રૂ. ૭૫ લાખના ૩ કરોડ આપવાની લાલચ આપી વલસાડના યુવાનને વડોદરાના માજી ક્રિકેટરના પુત્રઍ ફસાવી છેતરપીંડી કરતા પોલીસમાં ફરિયાદ નોધાઈ. વલસાડના ઓઝરગામે રહેતા યુવાનને વડોદરાના રણજી ક્રિકેટરના પુત્રઍ મિત્રતા કેળવી માત્ર છ મહિનામાં ૭૫ લાખના ૩ કરોડ રૂપિયા આપવાની લાલચ આપી હતી. જોકે વાત અહીંથી નહીં અટકી દર મહિને તેને ૧૮ ટકા વ્યાજ આપવાની ખાતરી પણ આપી હતી. વલસાડના ઓઝરગામના અને વડોદરામાં આઈટીનો અભ્યાસ કરે છે અને તેઅો અભ્યાસ કરતી વખતે માજી રણજી ક્રિકેટર તુષાર આરોઠે નાં રણજી ક્રિકેટર પુત્ર રિશી સાથે દોસ્તી થઈ હતી. અને રિષિભાઈ તુષારભાઈ આરોઠે રહે. ૩૦૨, ૭/૧ ઍપાર્ટમેન્ટ પ્લોટ નં. ૨૫/ ઍ રોઝરી વિધ્યાલયના સામે પ્રતાપગંજ, વડોદરા. ઈન્વેસ્ટમેન્ટનું કામ કરે છે અને રૂપિયા ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે જણાવ્યું હતું. ભારતમાં વડોદરા મુંબઈ બેંગ્લોર ગોવા અને હુબલી માં તેઓની મોટી કંપનીઓ ચાલે છે અને તે સ્ટોક માર્કેટમાં રૂપિયાનું રોકાણ કરી દર મહિને ૧૮ થી ૩૦ ટકા સુધી વ્યાજ આપવાનું જણાવ્યું હતું. જે અંગે ભાઈઍ તેની બહેન પ્રિયંકાને સ્કીમમાં રૂપિયા રોકવા માટે જણાવતા બેને રોકાણ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. અને ત્યારબાદ તેઅોઍ ૭૫ લાખ રૂપિયા જેટલી મોટી રકમનું રોકાણ કર્યુ હતું. આ રકમ તેઅોઍ પોતાના પિતા તથા અન્યના નામે લોનો લઈ આપી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી ઍપ્રિલ ૨૦૨૩ સુધીમાં પ્રિતેશ પટેલે ૭૫.૯૦ લાખ રૂપિયા રિશીના ખાતામાં તથા રોકડા આપ્યા હતા. જેમાંથી રીસીઍ ૧.૫૯ લાખ રૂપિયા પરત આપ્યા હતા જ્યારે ૭૪.૩૫ લાખ રૂપિયા લેવા માટે ફોન કરતા. આજ દિન સુધી રૂપિયા પરત નહી આપતા વડોદરાના માજી રણજી ક્રિકેટરના પુત્ર રિષિભાઈ તુષારભાઈ આરોઠે સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.