Vishesh News »

વાપી-કોપરલી રોડ પરના ગેરકાયદે દબાણો દુર કરાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૦ ઃ વાપી જીઆઇડીસી નોટિફાઇડ દ્વારા અંબા માતા મંદિરથી કોપરલી તરફ જતા માર્ગ ઉપરના ગેરકાયદે દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરી ફેન્સીંગ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. પ્રા વિગત મુજબ વાપી જીઆઇડીસીના અંબા માતા મંદિર થી સી ટાઇપ મસ્જિદ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી જીઆઇડીસીની જગ્યામાં કેટલાક લોકોઍ ગેરકાયદે દબાણો ઊભા કરી દુકાનો શરૂ કરી દેવાઈ હતી. જે અંગેની ફરિયાદો થતા નોટિફાઇડ બોર્ડ દ્વારા બોર્ડની બેઠકમાં આ દબાણો હટાવી રસ્તો ખુલ્લો કરવા અંગેની તેમજ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત વાંચતી નોટિફાઇડ બોર્ડના ચેરમેન હેમંતભાઈ પટેલ અને ચીફ ઓફિસર દેવેન્દ્રભાઈ સગર અને તેમની ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં કરાયેલા ગેરકાયદે દબાણો હટાવી ખુલ્લી કરાયેલી જમીન ઉપર ફેન્સીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં વારંવાર થતાં દબાણોને કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ દૂર થશે. આમ વર્ષો જૂની સ્થાનિક લોકોની માંગ અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં વાપી નોટિફાઇડ બોર્ડના ચેરમેન હેમંતભાઈ પટેલ, ચીફ ઓફિસર દેવેન્દ્રભાઈ સગર અને વાપી જીઆઇડીસી નોટિફાઇડ વિભાગની ટીમ દ્વારા આ કામગીરી કરાઈ રહી છે.