Vishesh News »

કલસર ચેકપોસ્ટ પર પોલીસ અને ફલાઈંગ સ્કોડની ટીમ તૈનાત કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૨૦ ઃ પારડી તાલુકાનાના કલસરગામમાં આવેલ સંઘપ્રદેશ દમણને જોડતા પાતલીયા પોલીસ ચેકપોસ્ટ પર લોકસભાની ચૂંટણીને લઇ પારડી પોલીસ સાથે અન્ય જવાનોઍ કડક ચેકીંગ હાથ ધરી છે અને સતત પોલીસ વોચ રાખી રહી છે લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે વલસાડ જિલ્લા ની ચેક પોસ્ટ ઉપર તથા મુખ્ય માર્ગો પરઍસઍસટી, ઍફઍસટી, ફલાઈંગ સ્કોડ સહીત ૭ ટીમોની રચના કરતા પોલીસની ટીમ તૈનાત જોવા મળી રહી છે, અને કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્નાં છે. ત્યારે સંઘપ્રદેશ દમણ અને ગુજરાતને જોડતી પારડી તાલુકાના કલસર પાતલીયા ચેકપોસ્ટ ઉપર પારડીપોલીસની સાથે અન્ય વિભાગના પોલીસ જવાનો ની ટીમ ઍ કડક વાહન ચેકિંગ હાથ ધરી છે. ખાસ કરીને દમણથી બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા તરકીબો અજમાવતા હોય છે, ત્યારે તેને ડામવા વલસાડ જિલ્લા પોલીસ પણ ઍક્શન મોડમાં જોવા મળી રહી છે. ચૂંટણીને લઇ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા સાથે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ માં થાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. પારડી કલસર પાતલીયા ચેકપોસ્ટ ઉપર દમણ ફરવા જતા પર્યટકો તેમજ નોકરિયાતો, ટ્રાન્સપોર્ટરો તેમજ અન્ય વાહનો ને કડકાઈથી ચેકિંગ હાથ ધરાય છે. જેને લઇ બુટલેગરો જે દારૂની હેરાફેરી કરે છે ઍમને કંટ્રોલ કરી લેવામાં આવશે સતત પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ પણ ઍટલી જ જરૂરી છે જે પોલીસ સીસીટીવી કેમેરા સાથે ચોક્કસપણે કરી રહી છે.