Vishesh News »

સેગવીના ભાજપ સરપંચે કોંગ્રેસ ઉમેદવારને હાર-તોરા કરતો વિડીયો વાયરલ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ તાલુકાના સેગવીગામના ભાજપી સરપંચ લોકસભાના કોંગ્રેસી ઉમેદવાર તેમના ઘરે જતા સરપંચે કોંગ્રેસી ઉમેદવારનું મો મીઠું કરાવી હારતોરા કરતો હોવાનો વિડિયો વાયરલ થતા ભાજપ માં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે બે દિવસ અગાઉ કોંગ્રેસ દ્વારા શુભેચ્છા મુલાકાત નો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. વલસાડ તાલુકાના સેગવી ગામના ભાજપી સરપંચ તરીકે મુકુંદભાઈ પટેલ સેવા આપે છે. હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ વલસાડ ડાંગ બેઠક પર કોંગ્રેસી ઉમેદવાર વાસદાના ધારાસભ્ય અનંત પટેલને તો ભાજપમાંથી ધવલ પટેલને વલસાડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. વલસાડ લોકસભા બેઠકમાં કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલ દ્વારા વલસાડ તાલુકાના ગામડા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે શુભેચ્છા મુલાકાત નો કાર્યક્રમ બે દિવસ અગાઉ ગોઠવામાં આવ્યો હતો. તે દરમિયાન કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારની યાદીમાં સેગવેના મુકુંદ પટેલનું પણ નામ હતું. ગામના ભાજપી સરપંચ મુકુંદ પટેલ ભાજપનો ખેસ પહેરનાર અને ભાજપી સરપંચ તરીકે કામ કરે છે ત્યારે ગઈકાલે વલસાડના સેગવીગામના સરપંચ મુકુંદ પટેલના ઘરે કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલ ચૂંટણીપ્રચાર અર્થે જતા સરપંચ મુકુંદ પટેલે તેમને હારતોરા કરી મોં મીઠુ કરાવી શુભેચ્છા પાઠવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.