Vishesh News »

ખેરગામમાં વરલી મટકાનો જુગાર રમતા ૬ ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૨૦ ઃ ખેરગામ પોલીસે ખેરગામ પટેલ ફળિયા ખાતે વરલી મટકાનો જુગાર રમતા છ જેટલા શખ્સોને ઝડપી પાડી અંગ ઝડતીના રોકડા રૂપિયા ૧૬.૮૯૦ તેમજ ચાર નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૯૦૦૦ મળી કુલ રૂ. ૨૫.૮૯૦ નો મુદા માલ કબ્જે કરી મુખ્ય સૂત્રધાર સીદીક શેખને વોન્ટેડ જાહેર કર્યો છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખેરગામ પોલીસને બાતમી મળી હતી કે ખેરગામ પટેલ ફળિયા ખાતે આંક ફરક ના આંકડાઓ લખી ખુલ્લેઆમ વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્ના છે જે બાતમીના આધારે ખેરગામ પોલીસે ખેરગામ પટેલ ફળિયા ખાતે રેડ પાડતા છ જેટલા જુગારીયાઓ પોલીસના હાથે ઝડપાયા હતા પોલીસે ઝડપાયેલા જુગારીઓમાં સાહિર રસીદ રજુભાઈ શેખ ઉ.વ. ૧૮ રહે. ખેરગામ કાછિયા ફળિયા, સૈફુદીન ઈબ્રાહીમ રોશનઅલી વ્હોરા ઉ.વ. ૬૩ રહે. ખેરગામ પટેલ ફળિયા ,બદરુદીન આબીદ વ્હોરા ઉ.વ. ૪૮ રહે. ખેરગામ પટેલ ફળિયા, મણિલાલ ચંદુભાઈ ગવારી ઉ.વ.૫૨ રહે. પાણીખડક નિશાળ ફળીયા , નટુ નારણ પટેલ ઉ.વ. ૫૬ રહે. ભૈરવી પટેલ ફળિયા ,નરેશ છોટુ પટેલ ઉ.વ. ૫૦ રહે. વાડ કાવલા ખડક ફળીયા તા. ખેરગામ જ્યારે વરલી મટકાનો જુગાર નો અડ્ડો ચલાવનાર અને જેની સામે અત્યાર સુધીમાં કુલ ૧૬ જેટલા વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂકેલ હોય ઍવા સિદ્દીક મોહમ્મદ શેખ ને ખેરગામ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.