Vishesh News »

વેલવાચમાં મહિલાની શંકાસ્પદ સંજાગોમાં સળગેલી લાશ મળતાં ચકચાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૭, વલસાડ તાલુકાના વેલવાચ વાગદરડાગામે આજે સવારે સળગેલી હાલતમાં મહિલાની લાશ ફરી આવતા ગામમાં ચકચાર મચી જતા ઘટના સ્થળે વલસાડ જિલ્લા પોલીસ વડા, વલસાડ રૂરલ, ઍસઓજી અને ધરમપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. પારડી તાલુકાના લખમાપોર ગામના પટેલ ફળિયામાં રહેતી હસુમતીબેન પટેલ ગઈકાલે પોતાના ઘરેથી પરિવારજનોને હું પૈસા લેવા જાઉં છું કહી ઘરે નીકળી હતી. ત્યારબાદ હસુમતીબેન મોડી રાત સુધી ઘરે પરત નથી ફરતા પરિવારજનોઍ આજુબાજુમાં શોધખોળ કરવા છતાં હસુમતીબેન મળી ન હતી. આજરોજ સવારે વલસાડ તાલુકાના વેલવાચ વાધદરડા ગામે પાણીની ટાંકી નજીક મૃત હાલતમાં સળગાવેલી મહિલાની લાશ મળી આવતા ગ્રામજનોઍ વલસાડ રૂરલ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા પોલીસ વડા, વલસાડ રૂરલ પોલીસ,ઍસઓજી અને ધરમપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સળગાવીને હત્યા કરાયેલી લાશની તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ વલસાડ પોલીસે આજુબાજુ ગામમાં તપાસ કરતા આ લાશ પારડી તાલુકાના લખમાપોરગામના પટેલ ફળિયામાં રહેતી હસુમતીબેન પટેલની હોવાનું બહાર આવ્યું હતું. વલસાડ પોલીસે ઍફઍસઍલની ટીમને બોલાવી અને પોલીસે લાશનો કબજો મેળવી પીઍમ માટે મોકલાવી હસુમતી બેનની હત્યાના મામલે વલસાડ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.