Vishesh News »

પારડીમાં ઉનાળામાં પશુઅો માટે પાણીની સગવડ કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૯ : પારડીમાં રશ્મી સોસાયટી પાસે સોસાયટીના રહીશોઍ લાંબા સમયથી સોસાયટી પાસે બેસી રહેતા રખડતા પશુઓ માટે ભાર ઉનાળે પીવાના પાણીની સુવિધો કરવામાં આવી છે. જેથી રખડતા પશુઓના બચ્ચાઓને પીવાના પાણી માટે સરળતા મળી છે અને સહેલાઈથી પશુઓને પીવાનું પાણી મળી રહે છે જેથી પશુઓને ઉનાળે પીવાના પાણીની સુવિધા મળી શકી છે. રશ્મિ સોસાયટી પાસે લાંબા સમયથી મોટી સંખ્યામાં રખડતા પશુઓ જેમ કે ગાય અને બળદ તથા નાના વાછરડા વાછડીયો બેસી રહે છે. ઍમનો કોઈ બેલી નથી. કોઈ માલિક નથી. જેથી અહીં આવેલા હાઇવેની સર્વિસ રોડના બાજુમાં બેસી રહે છે. આ પશુઓ માટે સોસાયટીના રહીશોઍ ખાસ પીવાના પાણીની સુવિધો કરવામાં આવી છે અને દરરોજ પીવાનું પાણી આ વિસ્તારના રહીશો અબોલા પશુઓ માટે ભરી દેતા હોય છે. જેના કારણે ભર ઉનાળે પશુઓને પીવાના પાણીને લઈને રાહત મળી છે. ખરેખર રહીશોની આ સેવા પ્રેરણાદાયક સેવા છે અબોલા રખડતા પશુઓ કે જેમને ઉનાળા દરમિયાન પીવાના પાણીની સખત જરૂર હોય છે તેવા સમયે પીવાનું પાણી પૂરું પાડીને આ વિસ્તારના રહીશોઍ ઍક અનેરી સેવાનો ઉદાહરણ આપ્યું છે. જે આજના સમયમાં પ્રેરણા દાયક છે.