Vishesh News »

અોરવાડમાં હાઈવે ફલાય અોવરબ્રીજ નીચે ગંદકીનું સામ્રાજય : સફાઈ જરુરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૯ : પારડી તાલુકાના ઓરવાડ ગામમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૪૮ ના ફલાય ઓવર બ્રિજ નીચે આવેલ નાની ઍન્ટ્રીમાં કચરાના ઢગલે ઢગલા પડ્યા હોય ત્યાં ગંદકી સર્જાઈ છે. હાઈવે તંત્ર દ્વારા સાફ-સફાઈ કરવાની જરૂરિયાત છે અહીં ફલાયર બ્રિજ નીચે આવેલ બે ઍન્ટ્રીઓ કે જે નાની હોય અને પગપાળા લોકો ઍમાંથી જઈ શકતા હોય ત્યારે આ બંને ઍન્ટ્રીઓમાં હાલ કચરાના ઢગલે ઢગલા પડ્યા છે. ગંદકી સર્જાઇ છે. છતાં પણ હાઇવે તંત્ર દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી નથી. જેના કારણે બંને ઍન્ટ્રીઓ કચરાથી ઉભરાઈ રહી છે. આમ તો હાઈવે દ્વારા કાયમ ધોરણે સફાઈ અભિયાન હાઇવેમાં ચાલતા જ રહે છે પરંતુ ઓરવાડ બ્રિજ નીચે આવેલ ઍન્ટ્રી તરફ હાઈવેના વહીવટી તંત્ર ધ્યાન આપવાની જરૂર છે અને ચોક્કસ સફાઈ કરવાની જરૂર છે અને વધી રહેલી ગંદકીને કાબુમાં લેવાની જરૂર છે જેથી ઍન્ટ્રી માંથી સ્થાનિક લોકો પગપાળા અવર-જવર કરી શકે.