Vishesh News »

જે.પી પારડીવાલા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૯ : જે.પી પારડીવાલા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા-પારડી નો વાર્ષિક સાંસ્કૃતિક મ્યુઝિક ર્મોનિંગ અને ઇનામ વિતરણ કાર્યક્રમ પારડી નગરપાલિકાના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો હતો. જેમાં ધી પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તેમજ અન્ય ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. ગંગાબેન ડી પટેલે વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન વિવિધ સમિતિઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો અને પુષ્પગુચ્છ દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં સારા માર્ક્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપના કવર, ઍન.ઍસ.ઍસ.ના શ્રેષ્ઠ સ્વયમ સેવક, ઍન.સી.સી ના બેસ્ટ કેડેટસ, ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત કલા ખેલમહાકુંભમાં વિવિધ કૃતિઓમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને, ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાઍ ચેસ સ્પર્ધામાં પ્રથમ આવનાર ખેલાડી તેમજ હોકી સ્પર્ધામાં રનર અપ બનેલી ટીમના ખેલાડીઓને તેમજ ચર્ચા સભા સમિતિ દ્વારા થયેલ વિવિધ પ્રવૃત્તિઓના વિજેતા વિદ્યાર્થીઓને અને સ્પોર્ટ્સની અંદર થયેલ આંતર ક્લાસીસ ટુર્નામેન્ટના વિજેતા ખેલાડીઓને તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોકી લોંન ટેનિસ અને ચેસ ટીમમાં પસંદગી પામી કોલેજને ગૌરવ અપાવનાર ખેલાડીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ ઍનાયત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમના પ્રમુખ હેમંતભાઈ દેસાઈઍ, તેમજ ટ્રસ્ટી જયપ્રકાશભાઈ દેસાઈઍ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ આચાર્યના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.