Vishesh News »

પારડી હાઈવે પર રત્નાગીરી કેરીનું આગમન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૯ : કેરી ખાવાના શોખીનો માટે પારડી હાઇવે પર રત્નાગીરી કેરીનું આગમન થઇ ચૂક્યું છે. જોકે દેશ-વિદેશમાં પ્રખ્યાત વલસાડી હાફૂસ કેરીનો પાક ઍક માસ પાછળ જાય ઍવી સંભાવના છે ત્યાં ઝારખંડ થી વેપારીઓ નેશનલ હાઇવે ન. ૪૮ ના બાજુમાં મંડપ લગાવી કેરીનું વેચાણ કરી રહ્ના છે. વેપારીઓ ઍ જણાવ્યું હતું કે, મુંબઈ દેવગઢ થી રત્નાગીરી કેરીનું આગમન થતા હાઇવે ઉપર વેચાણ અર્થે સ્ટોલો લાગ્યા છે. જેમાં હાફૂસ, કેસર, લાલબાગ જેવી કેરીઓ ઘાસમાં પકાવી વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું ત્યારે હાફૂસ કેરીના ૧૨૦૦ રૂપિયા ડઝન, લાલબાગ કેરીના ૭૦૦ રૂપિયા ડઝન અને કેસર કેરી ૧૫૦ થી ૨૦૦ રૂપિયા કિલોના ભાવ વેચાણ થઈ રહી છે. કેરી ખાવાના શોખીનો અહીંથી કેરી ખરીદી કરતા જોવા મળે છે. જ્યારે વલસાડી હાફૂસ કેરીના શોખીનો તેની રાહ જોઈને બેઠા છે.