Vishesh News »

ઉદવાડા રેલ્વે સ્ટેશને લાંબા સમયથી ફાટક બંધ

(દમણગંગા ટાઈમસ પ્રતિનિધિ) પારડી, ત.ા ૧૯ : પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશનમાં ફાટક બંધ કર્યા ને લાંબો સમય થઈ ચૂક્યો છે પરંતુ બ્રિજનું કામ શરૂ થયેલ નથી. ત્યારે સ્થાનિક જનતા ફાટક પાસે આવેલા ઍન્ટ્રીમાં દિવાલ બનાવી દેવામા આવી હોય છતાં પણ જીવના જોખમે લાઇન ક્રોસ કરી રહ્ના છે. અહીં સ્થાનિક જનતાઍ ફાટકના બંધ કરવા માટે માંગણી કરી હતી છતાં પણ બ્રિજ નિર્માણ થવાનું છે ઍવું જણાવી રેલવે વિભાગ દ્વારા જિલ્લા કલેકટરના જાહેરનામાને લઈ ફાટક બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાટક બંધ થયા બાદ સ્થાનિક જનતા હેરાન પરેશાન થઈ રહી છે. છેલ્લા લાંબા સમયથી લોકો પૂર્વ થી પડ્ઢિમમાં અવરજવર માટે પોતાના જીવના જોખમે લાઇન ક્રોસ કરી રહ્ના છે તો જોવા જેવી બાબત તો આ છે કે, લાંબો સમય થઈ ગયો હોવા છતાં પણ હજી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. ઉદવાડા રેલવે સ્ટેશન વિસ્તારના લોકો બગવાડા અને મોતીવાડા ફલાય અોવર બ્રિજનો ઉપયોગ કરી રહ્ના છે. જે ખૂબ જ લાંબા અંતરે હોય જેથી ઉદવાડા રેલવે સ્ટેશનના નાગરિક હેરાન પરેશાન થઈ રહ્ના છે. હાલમાં ઉદવાડા રેલવે સ્ટેશન વિસ્તારના લોકો ખૂબ જ હેરાનગતિ વેઠી રહ્ના છે. જોકે ઉદવાડા રેલવે સ્ટેશન પાસેથી બ્રિજ માંથી લોકો અવાજ જવર કરી શકે છે. પરંતુ આ બ્રિજ લાંબા અંતરે હોય લોકોઍ સામાન પગપાળા લઈ જવું હોય તો ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. આ વિસ્તારના લોકો ફાટક બંધ થઈ જવા બાદ પૂર્વ થી પડ્ઢિમ તરફ અવરજવર કરવા માટે હેરાન પરેશાન થઈ રહ્ના છે. જે સમસ્યાના નિરાકરણ માટે જવાબદાર વહીવટી તંત્ર ચોક્કસ પગલાં લેવાની જરૂર છે.