Vishesh News »

દમણથી ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો નવા નવા કીમીયાઅો લાવી રહ્નાં છે

પારડીનો પત્ર-કુલદિપસિંહ રાજપુત, પારડી દક્ષિણ ગુજરાતમાં પારડી ઍક ઍવું મથક છે જ્યાં સંઘ પ્રદેશ દમણની બોર્ડર લાગે છે સંઘ પ્રદેશ દમણમાં પર્યટન ક્ષેત્રે વિકાસ કરવામાં આવ્યું છે આપણા રાજ્યમાંથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી દરરોજ મોટી સંખ્યામાં દમણ સહેલાણીઓ જતા હોય છે અને ત્યાં દરેક વસ્તુ ઍટલે કે, ખાવા પીવાની છૂટ હોય ત્યાં રહીને દમણ દર્શન કરી ખાઈ પી પર્યટકો પરત ફરતા હોય છે. આપણા અહીં દારૂબંધી હોય જેથી દારૂ પીને આવનારા અને દારૂ લાનારા પર્યટકો અનેકવાર પોલીસના હાથે ચડી જતા હોય છે અને પોલીસ અમને પકડી લેતી હોય છે. ઍ જ રીતે ખેપીયા- બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે. હમણાં તાજેતરમાં જ મોટી સંખ્યામાં પારડી પોલીસે ઍવા બુટલેગરો અને ખેપિયાઓને પકડી પાડ્યાખ હતા અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાયો હતો. આ વાત નવી નથી કે બુટલેગરો અને ખેપિયા દારૂની હેરાફેરી કરે છે. ઍમાં પુરુષ કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે કારણ કે દારૂ વેચાણ ઍમનો ધંધો બની ગયો છે અને ધંધો સાચવવા માટે બુટલેગરો કોઈપણ હદે હેરાફેરી કરતા હોય છે. હમણાં તાજેતરમાં જ ઉંમર સાડી કોસ્ટલ હાઈવે પર ઍક કાર અકસ્માત થયો હતો. જેમાં ગુટલેગર દારૂ લઈને જઈ રહ્ના હતો અને ઍના માર્ગમાં કોઈ નિર્દોષ વ્યક્તિ આવી જતા ઍને ટક્કર મારી નાસી ગયો હતો અને નિર્દોષ વ્યક્તિનું મોત થયું હતું. ખેપિયાઓ લોકલ વ્યક્તિઓને જોતા નથી અને પોતાનો દારૂનો જથ્થો લઈને પૂરપાટ ઝડપે કાર હંકારતા હોય છે અને વચ્ચે કોઈ આવી જાય તો ઍને ઉડાવી દેતા હોય છે. પોલીસે બુટલેગરને કંટ્રોલ કરવા કલસર પાતળીયા પાસે ચેકપોસ્ટ બનાવી છે. પરંતુ બૂટલેગરો પોલીસને ચકમો આપી નાસી જતા હોય છે. પરંતુ ઍવા લોકોનો પોલીસ પીછો કરે છે અને પકડી પાડતી હોય છે. જીવના જોખમે પોલીસ પણ બુટલેગરને પકડે છે કારણ કે, ઍટલી સ્પીડમાં જતા હોય છે કે પોલીસ પકડવા અશક્ય થઈ જાય છે છતાં પણ પોલીસ કોશિશ કરીને ઍવા લોકોને પકડી પાડતી હોય છે. કેટલાક લોકો પોલીસથી સંતાઈને નીકળી જતા હોય છે આમ જોવા જઈઍ તો પોલીસ કરતા બુટલેગરોની સંખ્યા વધી ગઈ છે. જેમાં પુરુષ અને મહિલા બંને ઍટલા જ ભાગીદાર છે ખાસ કરીને વલસાડ બીલીમોરા અને છેક નવસારી સુધીના બુટલેગરો અને સુરત સુધીના બુટલેગર દરરોજ દારૂની હેરાફેરી કરે છે. પારડી તાલુકામાં હવે ત્યારે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે કલસર ચેક પોસ્ટ પર છાવણી બનાવી દેવામાં આવી છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. બુટલેગરો હવે નવો નવો કીમિયો લાવી રહ્ના છે. કોઈ શેરડીના કોલ્હામાં હેરાફેરી કરી રહ્ના છે તો કોઈ રિક્ષામાં, કારમાં, ટેમ્પામાં, સ્કૂટરમાં, મોટરસાયકલમાં અને ટ્રકમાં ચોર ખાના બનાવી હેરાફેરી કરી રહ્ના છે. છતાં પણ પોલીસ આવા કીમિયા આપના આવતા લોકોને પારખી જતી હોય છે અને આવા કિસ્સામાં અનેક વખત બુટલેગરો ફસાઈ ગયા છે અને પકડાયા છે. ઍવા અનેક બુટલેગરોના નામ પારડી પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા છે જે કીમિયો અજમાવીને હેરાફેરી કરે છે. ટ્રાન્સપોર્ટના માલની આડમાં ઍસટી બસમાં શરીરે દારુ બાંધી હેરાફેરી થતી હોય છે. આમ દક્ષિણ ગુજરાતમાં દારૂની હેરાફેરી અને નવા નવા કીમિયાઍ નવી વાત નથી. દારૂ પીને અનેક લોકો મૃત્યુ પામ્યા છે બીમાર પડ્યા છે. છતાં લોકો દારૂ પીઍ જ છે. લોકોને દારૂ વગર ચાલતું નથી. ઍટલે જ બુટલેગરો દારૂનો ધંધો કરે છે. બુટલેગર નહીં કહે કે તમે મારા ઘરે આવીને દારૂ લઈ જાવ પરંતુ લોકો દારૂ લેવા જાય છે. ગાંધીનગરમાં રાજ્ય સરકારે દારૂની છૂટ આપી તો રાજ્ય સરકારની આવક બમણી થઈ ગઈ હવે લોકો ઍમ વિચાર કરી રહ્ના છે કે, ગુજરાત ક્યારે દારૂબંધી માંથી મુક્ત થશે અને દમણ જવા નહીં પડે તો હવે ક્યારે ગુજરાત દારૂ બંદી થી મુક્ત થશે ઍ જનતા વચ્ચે લાંબા સમયથી ચર્ચા છે તો આ વસ્તુ દૂષણ તો ખરી પરંતુ અનેક રાજ્યમાં છૂટ આપવામાં આવી છે. દમણ-સેલવાસ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાં છૂટછાટ આપવામાં આવી છે તો લોકો વિચાર કરે કે આપણા રાજ્યમાં કેમ નહીં પરંતુ સામાજિક દુષણ મનુષ્યને જ ખાઈ જાય છે. ઍવા કેટલાક લઠ્ઠા કાંડ રાજ્યમાં થયા છે જેનાથી હવે ચેતી જવાની જરૂર છે.