Vishesh News »

વલસાડ-ડાંગ બેઠક પર ભાજપને મોદી અને ઈવીઍમ જીતાડી શકે તેવી લોકોમાં ચર્ચા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ ડાંગ જિલ્લાની લોકસભાની અત્યંત મહત્વની બેઠક પર ભાજપે નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતરતા મોદી અને ઇવીઍમ મશીન ઉમેદવારને જીતાડે ઍવું લોકોમાં ચર્ચા ઉઠી છે. તો કોંગ્રેસે પણ વાંસદાના આદિવાસી લોકપ્રિય ધારાસભ્યને ઉમેદવાર તરીકે ઉભો રાખ્યો છે. ભાજપના ઉમેદવાર સુરત રહેતા હોય જેને ભાજપના હોદ્દેદારો ઓળખતા હોય પરંતુ સ્થાનિક લોકોના પરિચયમાં નથી. વલસાડ-ડાંગ લોકસભાની બેઠક પર બંને આદિવાસી ઉમેદવારો વચ્ચે વચ્ચેની ચૂંટણી જંગ જામશે. આમ તો કહેવાય છે કે વલસાડ બેઠક પર જે ઉમેદવાર જીતે તેની દિલ્હીમાં સરકાર બને છે. આ હકીકત છેલ્લા ત્રણ ટર્મથી જોવા મળી રહ્નાં છે. ત્યારે આગામી લોકસભાની ૭ મી મેના રોજ યોજનારી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે વલસાડ-ડાંગ બેઠક ઉપરથી ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપ પક્ષમાંથી વલસાડ જિલ્લાના ઍક ડઝન જેટલા હોદ્દેદારોઍ લોકસભાની બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી. જોકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા તેમજ મંત્રીઓ સાથે ઓળખાણ હોવાથી વાંસદાના ધવલ પટેલ નામના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી. વલસાડ-ડાંગ બેઠક પર ગુજરાત ભાજપ દ્વારા નવ યુવાન નવો ચહેરો ધવલ પટેલને ટિકિટ આપતા બહારના લોકો તો ઠીક પણ ગામના વ્યક્તિઓ પણ તેને ઓળખતા નથી. વલસાડ બેઠક પર જેમને ટિકિટ આપવામાં આવી ઍ ધવલ પટેલ આખા ભારતનું ભાજપ આઈટી સેલ ચલાવે છે. તો બીજી બાજુ વલસાડ ડાંગ બેઠક પર વાંસદાના લોકલ ધારાસભ્ય અનંત પટેલ ને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપ પક્ષે વલસાડ બેઠક પર ધવલ પટેલ નામના નવા ચેહરાને ચૂંટણી જંગમાં ઉતારતા હવે વલસાડ બેઠક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઇવીઍમ મશીન જીતાડે ઍવી લોકોમાં ચર્ચા ઉઠી છે. ભાજપનો ઉમેદવાર ધવલ પટેલ લોકલ તો ઠીક તો કોંગ્રેસના ઉમેદવારે અંનત પટેલ પણ આદિવાસી ઉમેદવાર અને ધારાસભ્ય હોવાથી આહવા-ડાંગ વાસદા-ધરમપુર-કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં તેઓને લોકો ઓળખે છે. તો ભાજપના ઉમેદવાર સુરત રહેતો હોય જેને ભાજપના હોદ્દેદારો ઓળખતા હોય પરંતુ સ્થાનિક લોકોના પરિચયમાં નથી વલસાડ-ડાંગ લોકસભાની બેઠક પર બંને આદિવાસી ઉમેદવારો વચ્ચે બરોબરનો ચૂંટણી જંગ જામશે.