Vishesh News »

તિથલના દરિયા કિનારેથી મોટી સંખ્યામાં મૃત જેલીફિશ મળી આવતા ચકચાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૯ ઃ વલસાડના તિથલ દરિયા કિનારે સાઈ મંદિરથી સ્વામિનારાયણ મંદિર સુધીમાં મોટી સંખ્યામાં મૃત જેલી ફિશ માછલીઓ મૃતહલતમાં જોવા મળતા પર્યાવરણ પ્રેમી અને લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ છે. દરિયામાં પ્રદૂષણના કારણે માછલીઓ મૃત થવાના કિસ્સાઓ વધી ગયા છે છેલ્લા કેટલાક વખતથી તિથલ દરિયામાં દરિયાઈ જીવો મોટા પ્રમાણમાં મૃત મળી આવતી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. દરિયામાં કેમિકલ કે કોઈ પ્રવાહીના કારણે માછલી કાચબા ડોલ્ફિન કે જ્યારે ફિશ જેવી માછલીઓ મૃત કિનારે તણાઈ આવેલી હાલતમાં મળી આવતી હોય છે. ત્યારે આજરોજ વલસાડના તિથલ દરિયા કિનારે સાઈબાબા મંદિરથી સ્વામિનારાયણ મંદિર સુધીના દરિયા કિનારે મોટી સંખ્યામાં મૃત જેલી ફિશ મળી આવતા દરિયા કિનારે કરવા ફરવા આવનારા સહેલાણીઓ ચોકી ઉઠ્યા હતા. જેલીફિશ મૃત હાલતમાં મળી આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વધી ગઈ છે. દરિયો પ્રદુષણ થવાના કારણે દરિયાઈ જીવોના મોતમાં સતત વધારો થઈ રહ્ના છે. દરિયામાં પ્રદૂષણ કે અન્ય કેમિકલ છોડનારાઓ સામે જીપીસીબી કાર્યવાહી કરે તે જરૂરી છે.