Vishesh News »

વાપી-કોપરલી રોડ પર દબાણ હટાવી ફેન્સીંગ કરાતું રોકાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૯ ઃ વાપી જીઆઇડીસી અંબામાતા મંદિર થી કોપરલી રોડ ઉપર આવેલા દબાણ હટાવી બાઉન્ડ્રી મારવા કામગીરી કરનાર નોટિફાઇડની કામગીરી સામે સ્થાનિક લોકોઍ વિરોધ કરી કામગીરી અટકાવી દેવાઈ છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી જીઆઇડીસી નોટિફાઇડ વિસ્તારમાં આવતા અંબા માતા મંદિરથી કોપરલી રોડના બંને બાજુઍ ઘેરકાયદે દબાણ કરી લારીઓ તેમજ અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટેની કામગીરીને લઇ ટ્રાફિકની સમસ્યા તેમજ અનેક ફરિયાદોને ધ્યાને લઈ નોટિફાઇડ બોર્ડ દ્વારા આ વિસ્તારમાં દબાણો દૂર કરી તે ફરીથી ન આવે તે અંગેની કામગીરી કરવામાં આવશે. તેવા નિર્ણયો લેવાયા હતા. જે અંતર્ગત આજે વાપી-કોપરલી રોડ ઉપર આવેલ અંબા માતા મંદિરથી સી ટાઇપ મસ્જિદ સુધીના માર્ગ ઉપર રસ્તાની બાજુમાં તારખૂટા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ અંગે સ્થાનિક રહેણાંકમાં રહેતા તેમજ કેટલાક લોકોઍ તેનો વિરોધ કરી કામગીરી અટકાવી હોવાનું જાણવા મળ્યું હતું તો અહીં આવેલા હાઉસિંગ બોર્ડના બિલ્ડિંગોમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની ફરિયાદ તેમજ રસ્તાઓ ઉંચા થતાં આ મકાનોમાં રહેતા લોકોને પ્રવેશવા માટે પણ મુશ્કેલી થતી હોવાનું જાણવા મળ્યું હતું.