Vishesh News »

વાપીના સી.ઍ. દ્વારા ચીખલીના વેપારીની રૂ. ૬૩ લાખની ઉપાચત કરતાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૯ ઃ વાપી જીઆઈડીસી પોલીસે રૂ. ૬૩ લાખની ઉચાપતના આરોપમા વાપીના ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટની ધરપકડ કરી છે. બિલ્ડરની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરિયાદી સ્મિત દિનેશભાઈ પટેલ, ચીખલી, જિલ્લા નવસારીનો રહેવાસી અને શ્રદ્ધા કન્સ્ટ્રક્શનના નામે કામગીરી કરે છે. સ્મિત પટેલે જલારામ નગર વાપીમાં રહેતા ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ કાંતિ કરસનભાઈ પટેલને બિઝનેસનો સંપૂર્ણ હિસાબ રાખવા માટે નો ભરોસો સાથે રોકડ રકમ જીઍસટી વિભાગમાં ભરવા માટે આપ્યા હતા અને ફરિયાદીના કહેવા મુજબ આરોપી કાંતિ પટેલે ૨૦૧૯ થી ૨૦૨૩ દરમિયાન જીઍસટી વિભાગમાં રકમ જમા કરાવવાના નામે સ્મિત પટેલ પાસેથી ૬૩.૪૫ લાખ રૂપિયા લીધા હતા. પરંતુ તેણે જીઍસટી વિભાગ માં જમા કરાવ્યો ન હતો. થોડા મહિના પહેલા સ્મિત પટેલને જીઍસટીની નોટિસ મળી હતી. જ્યારે આરોપી કાંતિ પટેલને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્નાં કે તેઓ આ બાબતે તપાસ કરશે. આરોપ છે કે આ સમયગાળા દરમિયાન આરોપીઓઍ સ્મિત પટેલને જીસઍસટીમાં પૈસા જમા કરાવવા માટે ચલણ પણ આપ્યું હતું. પરંતુ ફરીથી જીઍસટી વિભાગ ઍ નોટિસ પાઠવીને સ્મિત પટેલને હાજર રાખવા જાણ કરી હતી. આ વખતે તેઓ પોતે જીઍસટી ઓફિસ પહોંચ્યા અને જાણવા મળ્યું કે આજદિન સુધી જીઍસટી જમા કરાવ્યો નથી. જ્યારે તેણે અધિકારીઓને ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટે આપેલું ચલણ બતાવ્યું તો તે નકલી નીકળ્યું. જે બાદ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે વાપી ઉદ્યોગ નગર પોલીસે આરોપી કાંતિ પટેલની ધરપકડ કરી હતી. આ અંગે વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.ઍન.દવેઍ જણાવ્યું હતું કે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેની અન્ય બાબતો અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. તેણે જણાવ્યું કે આરોપીઍ ૨૦૦૪માં મુંબઈથી સીઍની ડિગ્રી લીધી છે. ઍવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આરોપીઍ ફરિયાદીના પૈસા તેના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.