Vishesh News »

ઍકવાર અયોધ્યામાં જયકુમારીની નારીસેનાઍ રામભૂમિ સ્થિત મસ્જિદનો કબજા પણ લઈ લીધો હતો

અંતે અકબરના સમયમાં મુગલ હકુમતને લડાયક હિંદુયોદ્ધાઅો સાથે સમાધાન કરવાની ફરજ પડી હતી ઃઔરંગઝેબના નવા સુબા સૈયદ હસનઅલીનો મુકાબલો કરવા વૈષ્ણવદાસે શીખોના ગુરુ ગોવિંદસિંહને બોલાવ્યા હતાં તેમની હિંદુ-શીખોની સંયુકત સેનાઍ ભવ્ય વિજય અપાવ્યો હતો રાજા મહેતાબસિંહે જગાવેલી ચિનગારી ભડકો કરતી જ રહી. હજુ મસ્જિદનું બાંધકામ ચાલુ જ હતું ને પંડિત દેવીદીન પાંડેયે આસપાસના હજારો ક્ષત્રિયોને લલકાર કર્યો... અને હજારો યોદ્ધાઓ મસ્જિદ પર તૂટી પડ્યા. પંડિતજી પુરોહિત હતા અને અયોધ્યાની પડોશના સનેથુગામના રહેવાસી હતા. તેમણે પહેલાં જ હુમલામાં મીર બાંકીને ઘાયલ કર્યો. પાંચ દિવસના યુદ્ધ બાદ મીર બાંકીના અંગરક્ષકે ફેંકેલી ઇંટ તેમને માથામાં સખત વાગી. પંડિતજીઍ તરત જ તલવાર વડે અંગરક્ષકનું માથું વાઢી નાખ્યું અને મીર બાંકી પર ઘસી ગયા. મીર ગભરાઈને હાથીના હોદ્દામાં લપાઈ રહ્ના. દેવીદીન લડવામાં અત્યંત નિપૂણ હતા. તેઓ પોતાનો ઘોડો કુદાવીને હાથીના હોદા સાથે ટકરાયા. આ વખતે મીરે બચાવમાં ગોળી છોડી. પંડિત દેવીદીનનું શિર વીંધાઈ ગયું. છેલ્લો શ્વાસ લેતાં તેમણે ઍટલું જ કહ્નાં ઃ ‘રામભૂમિને ખાતર બલિદાન આપવાનો મારો સંકલ્પ પૂરો થયો છે. હું સ્વર્ગમાં જાઉં છું.’ તેમના અંતિમ સંસ્કાર અયોધ્યાના અકબરપુર માર્ગ પર પૂરા બાજારની નિકટમાં વિલ્વ હરિઘાટ પર કરવામાં આવ્યા. રામભૂમિના પ્રથમ રક્તરંજિત ઈતિહાસ લેખક પંડિત રામગોપાલ પાંડેય ‘શારદ’ લખે છે ઃ ‘દેવીદીનજીના વંશજ સનેથુ ગામના ઈશ્વરી પાંડેયનાં કુટુંબીજનો પુરવારમાં હાલ મૌજૂદ છે. રામભૂમિ અંગે તેમની પાસે પૂરતા પુરાવા છે.’ આ પછી બે સાહ બાદ હંસવર રિયાસતના રાજવી રણવિજયસિંહે જબરી સેના સાથે રામભૂમિવાળી મસ્જિદ પર હુમલો કર્યો અને પાંચ હજાર સૈનિકો સાથે મૃત્યુની ગોદને વહાલી કરી. હંસવર નરેશ રણવિજયસિંહનાં રાણી જયરાજ કુમારીઍ પતિના સ્વર્ગારોહણના સમાચાર સાંભળતાં જ કહ્નાં ઃ ‘અન્ય ક્ષત્રિયાણીઓની જેમ સતી થઈને ચિતામાં બળી મરવામાં હું માનતી નથી. જલ્લાદ યવનોને જલાવીને પછી જ હું જલીશ.’ આ વીર બાલાઍ ત્રણ હજાર વીરાંગનાઓને સંગઠિત કરીને મજબૂત નારી સેના બનાવી... અને મુગલસેના સાથે ગેરિલા પદ્ધતિનું છાપામાર યુદ્ધ શરૂ કર્યું. આ વિલક્ષણ યુદ્ધમાં રાણીના ગુરુ સંન્યાસી સ્વામી મહેશ્વરાનંદજી માર્ગદર્શક હતા અને યોદ્ધા પણ...! હુમાયૂનના અમલ પર્યત આ જંગ ચાલતો રહ્ના. ઍક વખત તો રામભૂમિ સ્થિત મસ્જિદનો કબજો લઈને વિધર્મીઓને ત્યાંથી તગડી મેલવામાં પણ નારીસેનાને સફળતા સાંપડી હતી.... પણ પછી હુમાયૂન જાતે મોટી સેના લઈને ધસી આવ્યો. આ જંગમાં હજારો શિષ્યાઓ અને રાણી સહિત સ્વામીજી પણ વીરગતિને પામ્યા. મહેશ્વરાનંદજીના સ્વર્ગારોહણે સાધુ-સંન્યાસીઓમાં વેરની આગ ભડકતી કરી દીધી. સ્વામી બલરામાચારીઍ યુદ્ધનો સિલસિલો જારી રાખ્યો. તેમણે સાધુઓ ઉપરાંત અન્ય લોકોની પણ સેના બનાવી. માત્ર ત્રણ માસમાં તેમણે વીસવાર હુમલા કર્યા. પોતાની નાનકડી સેના વડે તેઓઍ શાહી સેના સામે લાંબો વખત જબરી ટકકર લેતા રહીને મુગલોને દંગ કરી દીધાં. આમ બલરામાચારીજીઍ અયોધ્યા ક્ષેત્રનાં પૂરાં અંચલમાં ઍવી ઉગ્ર ચેતના જગાડી દીધી કે, રામભૂમિ માટે પ્રાણોત્સર્ગ કરવા ઉત્સુક વીરોની ટોળીઓની ટોળીઓ અયોધ્યામાં ઊતરી પડી. અંતે અકબરના વખતમાં મુગલ હકૂમતને લડાયક હિંદુ યોધ્ધાઓ સાથે સમાધાન કરવાની ફરજ પડી. બલરામાચારીજીને આખરે અકબરે વાટાઘાટ કરવા બોલાવ્યા અને દરખાસ્ત મૂકી ઃ ‘હાલ મસ્જિદ જેમ છે તેમ ભલે રહી. તમને હિંદુઓને મસ્જિદના પ્રાંગણમાં જ ઍક ચબૂતરો બનાવી દેવામાં આવે અને હાલ તુરત ત્રણ ફૂટ ઊંચી વ્યાસપીઠ પર ખસની ટટ્ટીઓ લગાડી કામચલાઉ મંદિર બનાવી દેવામાં આવે. ત્યાં મૂર્તિ પધરાવીને પૂજાપાઠ શરૂ તો કરી દો. પછી આગળ ઉપર જોયું જશે.’ રાજા બીરબલ - ટોડરમલ વગેરે હિંદુ મંત્રીઓની સમજાવટથી હિંદુઓઍ હાલ પૂરતી આ યોજના ન છૂટકે સ્વીકારી લીધી. આજ પણ ઍ નાનકડું મંદિર મૌજુદ છે અને તેમાં પૂજાપાઠ પણ થાય છે અકબરના બે મુસ્લિમ દરબારીઓ અબુલ ફજલ અને ફૈજીને પોતાના જ હમદીનો તરફ ભારોભાર તિરસ્કાર હતો. તેમણે હિંદુઓનો પક્ષ લઈ, મુસલમાનોની દાદાગીરી તોડાવવામાં ખાસો ભાગ ભજવ્યો હતો. અકબરે જે શાંતિ અને સદ્ભાવનાનાં બીજ વાવ્યા તેને તેના શાંતિપ્રિય વારસદારો- જહાંગીર અને શાહજહાંના અમલમાં પણ ફૂલો આવતાં રહ્નાં. લગભગ પોણી સદી પર્યત ત્યાં ઝઘડો થયો હોવાની કોઈ નોંધ મળતી નથી. ઍક ભાગમાં હિંદુઓ શાંતિથી પૂજાપાઠ કરતા હતા. બીજા ભાગમાં મુસલમાનો નમાજ પઢવા આવતા ખરા - પણ માત્ર શુક્રવારે જ ! અકબર - જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન જુમ્માની નમાજ પઢવા સિવાય બીજા કોઈ પણ દિવસે મુસલમાનોને રામભૂમિના પરિસરમાં સુધ્ધામાં પ્રવેશવાની મનાઈ હતી. ઍટલું જ નહીં જ્યાં હિંદુઓ પૂજા-પાઠ કરતા હતા તે ચોકમાંથી જોડા પહેરીને જવાની પણ સખત મનાઈ હતી. મતલબ ઍ જ કે આ ત્રણે શાણા બાદશાહોઍ આ ધર્મસ્થળ પરનો હિંદુઓનો જ અધિકાર માન્ય રાખ્યો હતો અને મુસલમાનોની આક્રમક ઘૂસણખોરી પ્રત્યે તેમને નફરત હતી. અબુલ ફજલ લખે છે ઃ ‘હિંદુઓ સ્વભાવથી સહિષ્ણુ હોય છે. તેઓ ઝઘડો ટાળવાની વૃત્તિ ધરાવે છે. જ્યારે મુસલમાનો સ્વભાવથી જ આક્રમક છે.’ હિંદુઓ નાનકડા ચબૂતરાથી પણ સંતુષ્ટ હતા જ્યારે મુસલમાનોઍ પૂરા મંદિરને ભ્રષ્ટ કરીને મસ્જિદ બનાવી કબજો જમાવી દીધો છતાં ઍટલાથી પણ ધરાયા નહીં. હવે તેમણે હિંદુઓનાં ઘંટનાદ - આરતી - શંખ- કીર્તન સામે વાંધો લેવા માંડ્યો. શાહજહાનના વખતમાં દારાનું જોર હોવાથી મુસલમાનોનું કંઈ ચાલ્યું નહિ પણ જ્યારે ઔરંગઝેબ જેવા ધર્માધ બાદશાહનો અમલ ચાલુ થયો કે, કટ્ટરપંથી મુસલમાનોઍ તેની પાસે જઈ ફરિયાદ કરી ઃ ‘હિંદુઓ અવાજ વડે અમને નમાજમાં ખલેલ પાડે છે.’ ઔરંગઝેબે જાત બતાવી. તત્કાલ હુકમ જારી કરી દીધો ઃ ‘હિંદુઓઍ રામભૂમિમાં કોઈ ધાર્મિક ક્રિયા કરવી નહીં.’ ઍટલું જ નહીં - હિંદુઓ પર ધાક જમાવવા તેણે પોતાના સિપેહ સાલાર જાંબાજખાંને ફૌજ સાથે અયોધ્યા મોકલ્યો. પરંતુ અયોધ્યામાં વૈરાગીઓ તથા હિંદુ રિયાસતોના ક્ષત્રિયો સતર્ક હતા. શિવાજીના ગુરુ તરીકે વિશ્વવિખ્યાત સમર્થ ગુરુ રામદાસના શિષ્ય બાબા વૈષ્ણવદાસ ઍ વખતે અયોધ્યાના અહિલ્યાઘાટ સ્થાન પર સ્થિત પરશુરામ મઠમાં આસનસ્થ હતા. ઍમની સાથે હજારો ચિમટાધારી સાધુઓનો જથ્થો હતો. બાબા વૈષ્ણવદાસની સાથે ગુારગઢીના સશસ્ત્ર સાધુઓનું ઍક દળ લડવા માટે ખડે પગે તૈયાર હતું. આ સર્વે શક્તિઓઍ ઍકત્ર થઈને ઉર્વશી કુંડ પાસે જાંબાજખાંની સેનાનો જબ્બર મુકાબલો કર્યો. જાંબાજખાં હાર્યો... નાઠો તેની સેનાનો અધિકાંશ ભાગ કપાઈ ગયો. આ પરાજયથી રોષે ભરાયેલા ઔરંગઝેબ ઉર્ફે આલમગીરે જાંબાજખાંને પદભ્રષ્ટ કરી, તેની જગ્યાઍ સૈયદ હસન અલીને નિયુક્ત કર્યો. નવો સિપેહ સાલાર ઍક ભારે મોટી સેના અને તોપદળ સાથે અયોધ્યા પર ઘસી આવ્યો. આ સેનાનો મુકાબલો કરવા વૈષ્ણવદાસે શીખોના ગુરુ ગોવિંદસિંહને બોલાવ્યા. ગુરુ મારમાર દોડી આવ્યા. કાબેલ સેનાપતિ ગુરુ ગોવિંદસિંહે ઍવી અજબ વ્યૂહરચના વડે હસન અલીનો મુકાબલો કરવાનું ગોઠવ્યું કે શરૂમાં તો શત્રુને કશો ખ્યાલ જ આવ્યો નહીં. ગુરુજીઍ પોતાના લશ્કરના ત્રણ ભાગ પાડયા અને રુદૌલી-સઆદતગંજ તથા જાલપાથી ત્રિપાંખિયો ઘસારો કરી, મુગલોને જીવનભરનો પાઠ ભણાવી દેવાની યોજના કરી. સઆદતગંજમાં શીખોનો દસ્તો ખેતરોમાં છુપાઈ ગયો. શીખો પાસે તોપખાનું પણ હોવાથી મુગલોના તોપખાનાનો મુકાબલો કરવામાં કશી હરકત આવે તેમ ન હતું. ક્ષત્રિયોનો દસ્તો રુદૌલીમાં અને વૈષ્ણવદાસનો ચિમટાધારી ગિરોહ જાલપા પાસે સરપતોની ઝૂટમૂટમાં જામી ગયાં. ત્રણે પાંખોઍ ઍક સામટો ધસારો કરીને સૈયદની સેનાનો ઘાણ વાળી નાખ્યો. આક્રમણ ઍવું જોરદાર હતું કે, પચાસ હજારની મુગલ સેનામાંથી પાણી માગવાય કોઈ ન રહ્ના. સૈયદ હસન અલી ભૂંડી રીતે માર્યો ગયો. હિંદુ-શીખોની સંયુક્ત સેનાને ભવ્ય વિજય અપાવીને ગુરુ ગોવિંદસિંહે બ્રહ્મઘાટ પર થોડા દિવસ વિશ્રામ કર્યો. જ્યાં વરસો પહેલાં ગુરુનાનકે પણ વિશ્રામ લીધો હતો. રામભૂમિ પર રામજન્મનો ઉત્સવ સૌથી મોટો ગણાતો અને હિંદુઓ તથા શીખો ભારે દબદબાથી તે ઉજવતા. ઍ વખતે લાખો સાધુઓ-બાવાઓ તથા ગૃહસ્થીઓની ઉપસ્થિતિમાં કટ્ટરવાદી મુસ્લિમો કશું જ કરી શકતા નહીં. અતઃ બાદશાહની સતત કાનભંભેરણી કર્યા કરતા. બબ્બે વારની ભૂંડી હારથી આમેય બાદશાહ અકળાયેલો તો હતો જ. આખરે ૧૬૬૪માં ઔરંગઝેબ જાતે ઍક મોટી સેના સાથે અયોધ્યા પર ચડી આવ્યો અને રામભૂમિ પર ચારે દિશામાંથી હુમલા કરી, હિંદુઓને ભીંસમાં લઈ લીધા. તત્કાલિન પૂજારી પ્રતિમા લઈને ગુ સ્થળે ઊપડી ગયો. ઔરંગઝેબે ચબૂતરા પરના ફૂસના મંદિરને તોડી ચબૂતરો ખોદી - ગઢો કરી દીધો. આમ પોતાના જ પરદાદાઍ કરેલા સમાધાન અને બંધાયેલા મંદિરને નષ્ટ કરી બાદશાહે મુસલમાનોની વાહ ! વાહ ! મેળવી લીધી. આ વિનાશલીલા લગાતાર આઠ દિવસ સુધી ચાલતી રહી. પચીસ હજાર હિંદુઓઍ પોતાનાં પ્રાણ ન્યોછાવર કરીને પણ ક્ષાત્ર ખમીરનો જવલંત પુરાવો આપ્યો. હિંદુઓને પોતાની જ ભૂમિમાં ઝૂંપડી રાખીને પણ પૂજા કરવાનો અધિકાર ન રહ્ના. હિંદુઓને પાઠ ભણાવવા ઔરંગઝેબે અયોધ્યામાં અન્ય બે. વૈષ્ણવ મંદિરો પણ તોડાવી, ત્યાં મસ્જિદો બંધાવી. આજે પણ ઍ મસ્જિદો કાયમ છે. વૈષ્ણવદાસજીની સાથે દસ હજાર ચીપિયાધારી સાધુઓ રહેતા હતા. ઔરંગઝેબના નાકમાં તેમણે દમ લાવી દીધો હતો. ધર્મને ખાતર આખરે તેમણે પોતાનું બલિદાન દઈ દીધું. ઔરંગઝેબ પછી દિલ્હી સલ્તનત કમજોર પડી ગઈ. અવધની સૂબેદારીઍ સ્વતંત્ર નવાબી ધારણ કરી લીધી. ૧૭૨૨માં મહંમદશાહ રંગીલાઍ પોતાના રિસ્તેદાર સઆદતખાં મુહમ્મદ અમીન બુરહાન ઉલમુલ્કને સૂબેદાર બનાવી, અવધ મોકલ્યો. તેણે રામભૂમિ પર અત્યારે કબજો જમાવવા ગયેલા હિંદુ સંગઠનો પર આક્રમણ કર્યું. અમેઠીના રાજા ગુરુદત્તસિંહે નવાબનો મુકાબલો કર્યો. આ લડાઈમાં સૂબેદાર જીતી ગયો અને તમામ હિંદુ સંગઠનો છિન્નભિન્ન થઈ ગયાં. સઆદતખાનાં અમલ દરમ્યાન પણ અધિકાર માટેનો સંઘર્ષ જારી રહ્ના. વૈરાગી સાધુઓ અને ક્ષત્રિયો પણ વચ્ચે વચ્ચે હુમલા કરતા રહેતા હતા. આથી તંગ આવીને સૂબાઍ રામભૂમિ પર હિંદુઓને પહેલાંની જેમ જ પૂજા- પાઠના અધિકારો દઈ દીધા. કર્નલ હંટ લખે છે ઃ ‘હિંદુઓ શાંત રહે ત્યાં સુધી સારા છે. જો ઍક વખત માથું ઊંચકે તો પછી મુસલમાનોની મગદૂર નથી કે તેમની સામે તેઓ ટકકર લઈ શકે !’ હિંદુઓના અણથક હુમલાથી થાકી-હારીને દિલ્હીની અને અવધની સત્તાઓઍ તેમની સામે હાથ જોડી સમાધાન કરી લીધું. ત્યાર બાદ આ કલહ શાંત પડ્યો. આ પછી સફદરજંગ અવધનો સૂબેદાર થયો... અને તે પછી તેનો બેટો સુજાઉદ્દૌલા નવાબીની ગાદીઍ આવ્યો. આ સમગ્ર ગાળા દરમિયાન ઍકેય વખત સંઘર્ષની ઘટના બની ન હતી. તેની પછી આસફુદદૌલા ગાદીપતિ બન્યો. તેને ટિકૈતરાય જેવો શાણો હિંદુ મંત્રી સાંપડ્યો હોવાથી તેના અમલ દરમ્યાન હિંદુ - મુસ્લિમ વૈરની જગ્યાઍ સદ્ભાવનાનો જન્મ થયો. ટિકૈતરાયના પ્રયતોથી જ હનુમાનગઢી બની. ખોદી નાખવામાં આવેલો ચબૂતરો ઍના જ અમલ દરમ્યાન ફરી ઊભો થયો. પરંતુ લાંબો સમય અગર શાંતિ જાળવી રાખે તો તે કટ્ટરપંથીઓ શાના ? નવાબ નસીરૂદ્દીન હૈદરના સમયમાં મુસલમાનોઍ ફરી પાછો હિંદુઓ વિરુદ્ધ ઝંડો ઉઠાવ્યો. શરૂ થયેલા પૂજા-પાઠ બંધ કરાવવા લડાઈ ચાલુ કરી. મદરહીના તાલુકદારના નેતૃત્વ નીચે હિંદુઓ ફરી ઍકત્ર થયા. જોરદાર સંગ્રામ ખેલાયો. ત્રણ ત્રણ વાર લડાઈ થઈ અને મુગલોને છેક દિલ્હીના દરવાજા સુધી તગડી મૂકવામાં આવ્યા. મંદિર-મસ્જિદનો કબજો હિંદુઓના હાથમાં આવ્યો. ત્રણ દિવસો બાદ દિલ્હી અને લખનૌની સંયુક્ત ફૌજે આવીને પોતાનો કબજો સ્થાપી દીધો. આ લાંબી લડાઈમાં વીસ હજાર હિંદુઓઍ પોતાના પ્રાણ આપ્યા. (વધુ આવતી કાલે...)