Vishesh News »

વાપીમાં નારી શકિત સન્માન કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૯ ઃ ઓરા ફાઇન જ્વેલરી દ્વારા આયોજિત નારી શક્તિ સન્માન કાર્યક્રમ વાપીના નામાંકીત જ્વેલરી શોરૂમ ઓરા ફાઇન જ્વેલરીમાં યોજાયો હતો. જેમાં વલસાડ જિલ્લાના સામાજીક સહિત વિવિધ ક્ષેત્રે પ્રભૂત્વતા ધરાવતા મહીલાના અગમ્ય યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમા કઈક કરીછુટવાની ભાવનાઓ ધરાવતી મહિલાઓનુ મનોબળ વધે તેમજ અન્ય લોકોને પણ પ્રોત્સાહન મળે તે હેતુ સર ઓરા ફાઇન જ્વેલરી દ્વારા આ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે.દમણગંગા ટાઈમ્સ દૈનિક ન્યૂઝ પેપરના દક્ષિણ ગુજરાતના પહેલા મહિલા ઍડિટર શ્રીમતી મંજુલાબેન ઉકાણી, લાયન્સ ક્લબ ઓફ આલ્ફાના સ્થાપક વંદના જૈન, ત્રિગુણા આયુર્વેદિક ક્લિનિકના સ્થાપક ડોક્ટર શામિકા કદમ, ૨૧ સેન્ટ્ચૂરી હોસ્પિટલના ખ્યાતનામ ડોક્ટર ઉષા હેરાંજલ તેમજ વાપી ખાતેના ખ્યાત નામ વકીલ રશ્મિકાબેન મહેતાનું ઓરા ફાઇન જ્વેલરીના શોરૂમ મેનેજર રાહુલ ઓઝા અને તેમની ટીમ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. ઍ સિવાય વલસાડ, દમણ અને સેલવાસની મહિલાઓ માટે ખાસ ફેશન શો પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨ વર્ષ ની બાળા થી ૬૦ વર્ષ ની મહિલા ઓ ઍ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ઓરા ફાઇન જ્વેલરી દ્વારા નારી સકતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભીવૃધ્ધિ કરી હતી.