Vishesh News »

સેલવાસમાં શેરમાર્કેટમાં પૈસા ડબલ કરી આપનાર સામે પોલીસ ફરિયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૧૯ ઃ દાનહમાં શેર ટ્રેડિંગના નામે રૂપિયા ડબલ કરવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો બે લોકો સામે આક્ષેપ થયો છે. છેતરપિંડીનો ભોગ બનેલા બે લોકોઍ આ મામલે તપાસ અને કાર્યવાહી માટે ડીઆઈજીપી ઓફિસને ફરિયાદ પત્ર આપ્યો છે. જેમાં તલાવલી ખાતે રહેતા ફરિયાદી નિલેશ જીવન ચૌધરીઍ આક્ષેપ કર્યો છે કે, મસાટમાં રહેતા આકાશ હીરૂ પટેલ અને અથોલાના રહેવાસી કિરણ સુરેશને શેર ટ્રેડિંગના નામે ૧૪૦ દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી હતી. ફરિયાદ પત્રમાં કહેવામાં આવ્યું છે કે નિલેશ ચૌધરીઍ પોતાની વાત માનીને ૪ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ કિરણ સુરેશને આઠ લાખ રૂપિયા આપ્યા હતા. દિવસમાં દોઢ ટકાના દરે મહિનામાં ૨૨ દિવસ વ્યાજ આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ શરતનું ઍફિડેવિટ પણ કરવામાં આવ્યું હતું. પ્રથમ મહિનામાં આરોપીઍ ફરિયાદીને રૂ.૧.૭૭ લાખનું વ્યાજ ચૂકવ્યું હતું. પરંતુ તે પછી પૈસા આપ્યા ન હતા. પહેલા તેઓ બહાના કાઢતા રહ્ના અને હવે તેમના પર ધમકીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આમલીના રહેવાસી પ્રકાશચંદ્ર જોશી નામના અન્ય ઍક ફરિયાદીઍ આકાશ હીરૂ પટેલ અને કિરણ સુરેશ સામે પણ આવો જ આરોપ લગાવ્યો છે. જેમાં કહેવાયું છે કે ૧૪૦ દિવસમાં પૈસા બમણા કરવાના લોભમાં તેણે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ આરોપીને ૨૦ લાખ રૂપિયા આપ્યા હતા. તેનું ઍફિડેવિટ પણ કરવામાં આવ્યું હતું. આરોપીઓઍ પ્રથમ મહિનામાં રૂ. ૫.૪૦ લાખનું વ્યાજ ચૂકવ્યું હતું અને ત્યારપછી ઍક પણ પૈસા ચૂકવ્યા ન હતા. પ્રકાશચંદ્રાઍ બંને પર આરોપ લગાવ્યો છે કે જ્યારે તેણે પૈસા માંગ્યા ત્યારે તેને ધમકી આપી હતી. આ અંગે તપાસ કર્યા બાદ આરોપીઓ સામે ગુનો નોંધવા માટે દાનહના ડીઆઈજીપીની કચેરીને ફરિયાદ કરતો પત્ર આપવામાં આવ્યો છે. જેને લઇ પોલીસ હરકતમાં આવી છે.