Vishesh News »

ગુંદલાવના સસ્પેન્ડ જીઆરડી જવાન, પુત્ર અને મિત્રઍ ટ્રક ચાલકને મારતો વિડીયો વાયરલ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૯ ઃ ગુંદલાવનો સસ્પેન્ડ જી.આર.ડી. જવાન અને પુત્ર અને મિત્રઍ ટ્રક ચાલકને માર મારતો વિડીયો વાયરલ થતાં વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વલસાડ નજીકના ગુંદલાવ વિસ્તારમાં રહેતો અને સસ્પેન્ડ જીઆરડી તરીકે ફરજ બજાવતો ઍલ.પી.યાદવ નામનો ઈસમ તેને પુત્ર અને મિત્ર બે દિવસ અગાઉ ગુંદલાવ વિસ્તારમાં રહેતો અને ટ્રાન્સપોર્ટનું કામ કરતો રાજેશભાઈ મલાર બે દિવસ અગાઉ ગુંદલાવ હાઇવે પર પોતાની ટ્રક લઈને જતી વખતે ઍલ.પી. યાદવ ટ્રક ચાલક રાજેશ મલારને અટકાવી ઘરના ભાડા બાબતે બોલાચાલે કરી ઍલપી યાદવ તેનો પુત્ર અને મિત્રઍ ટ્રક ચાલક રાજેશ મલારને જાહેર રોડ પર માર મારવાનો વિડીયો વાયરલ થતા ગુંદલાવ પંથકમાં ચર્ચામાં વિશે બન્યો છે. ગુંદલાવ નો સસ્પેન્ડ જી આર.ડી. ઍલપી યાદવ સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.