Vishesh News »

નારગોલ કોસ્ટલ હાઇવે ઉપર સ્પીડ બ્રેકર મૂકવા સરપંચની તંત્ર સમક્ષ માંગ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૯ ઃ નારગોલ ગામ થી પસાર થતો કોસ્ટલ હાઇવે ઉપર શાળા તેમજ અકસ્માત ઝોન ખાતે સ્પીડ બ્રેકર મૂકવા માટે લેખિત માંગ ગ્રામ પંચાયત સરપંચ સ્વીટી ભંડારીઍ જિલ્લા કલેકટર સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારી સમક્ષ કરી છે. તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૬૨૦ કિલોમીટર હાઇવેની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે નારગોલ ગામથી પસાર થતો કોસ્ટલ હાઇવેની વાયન્ડનિંગ કામગીરી હાલે ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન નારગોલની હદમાં કોસ્ટલ હાઇવે ઉપર કેટલાક સ્થળે રહેલા સ્પીડ બ્રેકર હટાવવામાં આવ્યા છે. સ્પીડ બ્રેકર જે તે સમયે જિલ્લા કલેકટરની સુચનાથી મૂકવામાં આવ્યા હતા. હાલે માર્ગની કામગીરી ચાલી રહી છે ત્યારે પણ અનેક નાના-મોટા અકસ્માતો બન્યા છે. ખાસ કરીને નારગોલ નવાતળાવ પ્રાથમિક શાળા, ચાર રસ્તા, મિતનવાડા વિસ્તારમાં તાત્કાલિક સ્પીડ બ્રેકર ફરી મૂકવામાં આવે તેમજ તાત્કાલિક સૂચન/ડાયવર્ઝન બોર્ડ લગાવવા માટે જિલ્લા કલેકટર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિત તેમજ ટેલીફોનીક સંપર્ક કરી ગ્રામ પંચાયત નારગોલ સરપંચ સ્વીટી ભંડારીઍ માંગ કરી છે.