Vishesh News »

વાપી ગોકુલ વિહાર લેડીઝ કલબ દ્વારા ‘નારી વંદના’ કાર્યક્રમમાં ૧૦૮ બહેનોનું સન્માન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૯ ઃ વાપીમાં નારી વંદના કાર્યક્રમમાં ગોકુલ વિહાર લેડીઝ ક્લબ દ્વારા ૧૦૮ બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઘર પરિવાર વ્યવહાર સંભાળતી બહેનો માત્ર હાઉસવાઈફ નથી પણ હોમ મેકર જેવો મોટો દરજ્જો ધરાવતી બહેનો છે. જે હંમેશા પડદા પાછળ રહીને ૨૪ કલાક કોઈ પણ વળતરની આશા વિના સતત પોતાની ફરજમાં કાર્યરત રહે છે ઍવા અભિગમ સાથે સભ્ય બહેનોનું સન્માન કર્યું હતું. લેડીસ ક્લબના ફાઉન્ડર મેમ્બર બીનાબેન શાહ દ્વારા પોતાના ઉદબોધનમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આ સન્માન કરનાર જે બે વ્યક્તિઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે તે બંને બહેનો ને કોઈ હોદ્દાની ખેવના નથી કોઈ પક્ષ સાથે જોડાયેલ નથી આ બંને પ્રતિભાશાળી બહેનો પોતે પોતાની લાક્ષણિકતાઓ પોતાના વ્યક્તિત્વથી સમાજમાં આગવી ઓળખ ધરાવે છે. તેવી બે બહેનો ઍડવોકેટ રશ્મિકાબેન મહેતા તથા દમણગંગા ટાઈમ્સના તંત્રી મંજુલાબેન ઉકાણી છે. આ બંને પ્રતિભાઓ પાસે આજે આપણે સૌ સન્માન સ્વીકારતા ઍક લાવો અનુભવી રહ્ના છીઍ અને ઍક ભાગ્યશાળી પળો માણી રહ્ના છીઍ. રશ્મિકાબેન મહેતાઍ પોતાની આગવી શૈલીમાં સંબોધન કર્યું હતું તથા મંજુલાબેન ઉકાણીઍ બહેનોના આત્મવિશ્વાસ ને મજબૂત બનાવવા હાકલ કરી હતી. સૌ બહેનોના સાથ, સહકાર અને ઉત્સાહથી કાર્યક્રમ સરાહનીય બન્યો હતો. ગોકુલ વિહાર લેડીઝ ક્લબ ઍ નયા કદમ નઈ ઉડાનના સૂત્રને સાકાર બનાવ્યું હતું.