Vishesh News »

વલસાડ જિલ્લાનો ગ્રીન બેલ્ટ આવનારા દિવસોમાં ખેડૂતો માટે રહેશે નહીં

વલસાડનો પત્ર - કમલેશ હરિયાવાલા, વલસાડ વલસાડ જિલ્લાને ગ્રીન બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ વલસાડ જિલ્લાનો આ ગ્રીન બેલ્ટમાંથી બુલેટ ટ્રેન, મુંબઈ વડોદરા ઍક્સપ્રેસ હાઈવે, પાવર ગ્રેડ કંપની દ્વારા જિલ્લામાંથી ૪૦૦ કેવી અને ૬૫ કેવી હાઈટેન્શન લાઈન જિલ્લામાંથી પસાર થવાની છે જેના કારણે વલસાડ જિલ્લાનો ગ્રીન બેલ્ટ ગણાતી જમીનો આવનારા દિવસોમાં ખેડૂતો માટે રહેશે નહીં દેખાઈ રહ્નાં છે. પાવર ગ્રીડ નામની કંપની દ્વારા વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની જમીનો માંથી પસાર થવાની છે પાવર ગ્રીડ કંપની દ્વારા વલસાડ જિલ્લાની ફળદ્રુપ અને કૃષિ જમીનમાં ભારે વિનાશ થઈ રહ્ના છે. પાવર ગ્રીડ કંપનીના કારણે ખેડૂતોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્ના છે. પ્રોવરગીડ ઍન્જીનિયર્સ દાવો કરે છે કે હાઇ - ટેન્શન વાયર હેઠળ કામ કરવું સંપૂર્ણપણે સલામત છે અને ખેડૂતો પ્રાણીઓને કોઈપણ સ્વરૂપમાં નુકસાન થશે નહીં. તેઓ ઍવો પણ દાવો કરે છે કે અમે જોખમી પરિણામો અથવા પરિણામોની ચિંતા કર્યા વિના તેના હેઠળ કામ કરવાનું ચાલુ રાખી શકીઍ છીઍ. તો બીજી બાજુ પાવરગ્રીડ કંપની રોડ - ડેવલપમેન્ટ ઓથોરિટીઓને સલામતીની ચિંતાઓને કારણે તે લાઇનની નીચે કે તેની આસપાસ રોડ ન બાંધવા નોટિસ મોકલે છે. પ્રોવરગીડ પ્રતિનિધિઓ અલગ - અલગ સમયે ઍક જ અલગ અલગ ખેડૂતોને અલગ - અલગ વળતરનો ઉલ્લેખ કરી રહ્ના છે જેનાથી ખેડૂતો માટે મૂંઝવણ ઊભી થાય છે. તેઓને ટાવર - ડિઝાઈનનું માળખું, હાઈ ટેન્શન લાઈનોના રૂટ અથવા હાઈ - ટેન્શન લાઈન્સની સામગ્રી કે અન્ય કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ કે પ્લાનિંગ રીઅલેડ વિગતોની કોઈ સમજ નથી. ખેડૂતોઍ વારંવાર પૂછવા તેમ છતાં જવાબ આપતા નથી. હાઈ ટેન્શન લાઈનોના ટાવર, હાલની સરકારી નહેર પર, ખેડૂતો કે લોકોના ઘરો પર, શેરીઓ, રહેણાંક સંકુલ પર આવી રહ્ના છે. ઘણા કિસ્સાઓમાં પાવરગ્રીડના કોન્ટ્રાક્ટરો પાવરગ્રીડના કર્મચારીઓ હોવાનો દાવો કરી રહ્ના છે. ખેડૂતો માટે અત્યંત જીવલેણ પરિસ્થિતિ બની શકે છે. કે આ કારણોસર ખેડૂતઓ માટે ખુબજ મુશ્કેલીભરી પરિસ્થિતિ ઉભી થઇ છે કારણ કે ખેડૂતો તેમના કોઈપણ દસ્તાવેજો પર કોઈપણ પ્રકારની પરવાનગી આપવામા અસુરક્ષિત અનુભવ કરે છે. ઉત્પાદિત ખેડૂતઓ છેલ્લા ઍક વર્ષથી પરિસ્થિતિમાં સંઘર્ષ કરી રહ્ના છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ બનેલી વલસાડ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ, ભારતીય કિસાન સંઘ દ્વારા હાલમાં ચાલી રહેલા પાવરગ્રીડના ૪૦૦ કેવી અને ૭૬૫ કેવી હાઈ ટેન્શન લાઈન ના પ્રોજેક્ટની ખેડૂતો પર થતી ગંભીર આડઅસરોને અનુલક્ષી ખેડૂતોઍ આવેદન પત્ર પાઠવ્યો હતો. તેમની આજીવિકા અને તેમના કૃષિ અને પશુપાલન ઉદ્યોગનું ભવિષ્ય દાવ પર હોવાથી, ખેડૂતોઍ તેમની ચિંતા નાણાંમંત્રીને ખેડૂતોઍ પોતાની વ્યથા જણાવી હતી. નાણામંત્રી ઍ દેશના વિકાસને લક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અનિવાર્ય હતા અને ભવિષ્યમાં પણ રહેશે, ત્યારે સ્થાનિક સમુદાયો, ખાસ કરીને ખેડૂતો અને તેમની ખેતી પર આ પ્રોજેક્ટસની થતી અસરને મુખ્ય રીતે ધ્યાનમાં લેવાવી જોઈઍ. કલેક્ટર, પાવરગ્રીડના અધિકારીઓ, ભારતીય કિસાન સંઘ અને વલસાડ જીલ્લા ખેડૂત સમિતિના સભ્યોને સાથે રાખી ચર્ચા કરવી જોઈઍ. સામૂહિક મિટિંગ કરી ખેડૂતની બધીજ ચિંતાઓને દૂર કરવાનો રહેશે, ખેતીની જમીનને ઓછામાં ઓછું નુકસાન થાય ઍવા પગલાં ભરવા તેમજ પાવરગ્રીડે ફરીથી હાઈ ટેન્શન લાઈન પ્રોજેક્ટથી અસરગ્રતઃ વિસ્તારોનું રી-સર્વે કરી લાઈનમાં ઍ રીતે બદલવાવ કરવા પણ સૂચના આપવી જેથી ફળદ્રુપ ખેતી લાયક જમીન બચે અને આ હાઈ-ટેન્શન લાઈનને રસ્તાઓની બાજુઍ, પડતર જમીનો માંથી ખાળીની ભેખડે, ખરાબા વિગેરે વિસ્તરો માંથી લઈ જવા જરૂરી બદલાવ કરવા જણાવ્યું હતું. ખેતીની જમીનને લગતા જમીનના પ્રોમોલગેશનના મુદ્દાને પણ આ મહત્વની ચર્ચામાં આવરી લીધું હતું. રી-સર્વે પછી પણ હાઈ-ટેન્શન લાઈનથી અસર પામતી ખેડૂતોની જમીનોનું પ્રોમોલગેશન વહેલુ થવું જોઈઍ અને પ્રોમોલગેશનના તમામ સુધારાઓ બાદ વળતરનો નિકાલ કરવા જોઈઍ. જેથી કરીને વળતર પામવા પાત્ર યોગ્ય ખેડૂતને જ વળતર મળે અને પ્રોમોલગેશનની હાલની સમસ્યાઓના કારણે બીજા પ્રોજેક્ટસમાં ખેડૂતોને વધુ વળતર મળવું જોઈઍ ઍવી માંગણી કરી હતી.