Vishesh News »

વેપારીઅો-દુકાનદારો-ફલેટ ગ્રાહકોમાં ચિંતા વલસાડમાં નવી શાક માર્કેટ કયારે બનશે ?

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૮ : વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલું ૩૫ વર્ષ જૂનું નગરપાલિકાનું ૧૨૦ આવાસ બિલ્ડીંગને તોડી આઠ મહિના જેટલો સમય વીતી ગયો છે. વલસાડ નગરપાલિકા દ્વારા ૩૫ વર્ષ અગાઉ શાકભાજી માર્કેટમાં ૧૨૦ આવાસ નામની બિલ્ડીંગ બનાવવામાં આવી હતી. બિલ્ડીંગ માં સહિત દુકાન અને ૬૦ મકાન અંદર બહાર આવેલા છે. આ શાકભાજી માર્કેટમાં અંદરના ભાગે ૩૫૦ જેટલા ઓટલાઓ બનાવવામાં આવ્યા છે. જેથી શાકભાજી વેચનારા વેપારીઓ અંદર બહાર કે રોડની બાજુમાં બેસી શાકભાજીનો વેપાર કરતા હોય છે. પરંતુ આ ૧૨૦ આવાસ બિલ્ડીંગ છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત હોવા તેમ છતાં નગરપાલિકા દ્વારા તેને રીપેરીંગ કામ કરવામાં નથી. જેથી આ બિલ્ડિંગ વધુ જર્જરિત બન્યું હતું. નગરપાલિકા દ્વારા આવવામાં વાર દુકાનદારો અને વેપારીઓ તેમજ ફલેટ ધરાવતોને જર્જરિત બિલ્ડીંગ અંગે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં તેઓ ખાલી કરતા ન હતા. થોડા મહિના અગાઉ શાકભાજી માર્કેટના બીજા માળની ગેલેરી તૂટી પડવાની ઘટના બનતી હતી. જેથી વલસાડ નગરપાલિકા ઍ ૧૨૦ આવાસ બિલ્ડીંગ તોડી પાડવાનું નક્કી કર્યું હતું. જે બાબતે કોઈપણ જાતની દુકાનદારો વેપારીઓ ફલેટકોને જાણ કરવા વગર બિલ્ડીંગ તોડવાનું શરૂ કરતાં વેપારીઓ દુકાનદારો ફલેટ ધારકો ઍ ભારે વિરોધ કર્યો હતો. પછી બાદ નગરપાલિકા દ્વારા કામગીરી અટકાવી જે તે દુકાનદાર, ફલેટધારકો, વેપારીઓ સાથે મીટીંગ કરી તેઓને તેમની મિલકત પાછી મળશે નહીં ખાતરી આપતા બિલ્ડીંગ તોડવા માટે સહમતી આપી હતી. પાલિકાની ૧૨૦ આવાસ નામની બિલ્ડીંગ તોડવા માટે સુરતના ઍક કોન્ટ્રાક્ટરને ૪૨ લાખમાં આપવામાં આવ્યું હતું. જે બાદ આ બિલ્ડીંગ તોડવાનું કામ શરૂ કર્યું હતું. હાલમાં હવે ૧૨૦ આવાસ બિલ્ડીંગ તોડી નાખી કાટમાળ અને બિલ્ડિંગનું છારૂ પણ જેથી કોન્ટ્રાક્ટર ભરી લઈ ગયો છે.અને હાલમાં શાકભાજી માર્કેટ નો ૧૨૦ આવાસ મેદાનમાં પરિણમ્યુ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઍમને ઍમ પડી રહ્નાં છે. નવી ૧૨૦ આવાસ બિલ્ડીંગ બનાવવા માટે વલસાડ નગરપાલિકા પાસે કોઈ પણ ગ્રાન્ટ,નકશા, મંજૂરી, કે વહીવટી પ્રક્રિયા કરવામાં આવી ન હોવાની ચર્ચાઓ દુકાનદારો વેપારીઓ અને ફલેટ ધારકોમાં ઊઠવા પામી છે. હાલમાં જ નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા આવી છે પરંતુ હાલમાં ગુજરાત રાજ્યની લોકસભાની સાત મેના રોજ ચૂંટણીની જાહેરાત થતાં આચાર સહિતાનો અમલ કરવામાં આવી રહ્ના છે. ચોમાસું નજીક હોય ત્યારે નગરપાલિકા દ્વારા નવું શાકભાજી માર્કેટ બનાવવાની કોઈપણ જાતની હિલચાલ નહીં થતા વેપારીઓને દુકાનદારો ફલેટ માલિકો ની ચિંતા વધી ગઈ છે.