Vishesh News »

વલસાડમાં યોજાયેલી સાડી મેરેથોન દોડમાં ૪૦૦ મહિલાઓ દોડી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૮ : મહિલા પતંજલિ યોગ સમિતિ વલસાડ દ્વારા તિથલ સ્વામિનારાયણ મંદિરથી તિથલ સુધીનું બે કિલોમીટર સુધીનું સાડી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦થી વધુ બહેનોઍ સાડી પહેરીને દોડ લગાવી હતી. મહિલા પતંજલિ યોગ સમિતિ વલસાડ દ્વારા વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરથી તિથલ સુધીનું બે કિલોમીટર સુધીનો સાડી મેરેથોન દોડ રાખવામાં આવી હતી સાડી મેરેથોન દોડ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડ નગરપાલિકા માજી પ્રમુખ અને માજી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ અધ્યક્ષ સોનલબેન સોલંકી (જૈન) જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રવિણાબેન પટેલ, મહિલા પતંજલિ યોગ સમિતિના દક્ષિણ ગુજરાત પ્રભારી તનુજાબેન આર્ય, વલસાડના જાણીતા મહિલા તબીબ ડૉ. શૈલેજા બેન મ્હસ્કર, વૈશાલીબેન પ્રજાપતિ, હ્નામન રાઈટ રાજ્ય પ્રેસિડેન્ટ નીલમબેન તોમર ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ પટેલ અને તેમની ટીમ ઍ સહયોગ આપ્યો હતો. સવાલ જિંદગી કે નામની પુસ્તક તમામ સ્પર્ધકોને અને મહેમાનોને દિપકભાઈ વાપી દ્વારા ઉપહાર સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ઇમરજન્સી મેડિકલ સેવાની વ્યવસ્થા વલસાડની ઝેનિથ ડોક્ટર હાઉસ ડૉ. કુરેશી દ્વારા આપવામાં આવી હતી. તમામ ૪૦૦ બહેનો માટે ફ્રેશ જ્યુસની વ્યવસ્થા હ્નામન રાઈટના રાજ્ય પ્રેસિડન્ટ નીલમ તોમર તરફથી આપવામાં આવ્યું હતું. સેફ રૂપલ ઠક્કર અને પ્રીતિ પાંડેને મોમેન્ટો આપી સન્માનવામાં આવ્યા હતા. મહિલા પતંજલિ યોગ સમિતિ વલસાડ દ્વારા તમામ સ્પર્ધકો અને મહેમાનો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાડી મેરાથનમાં પ્રથમ ક્રમે આવનાર દિપાલી મિસ્ત્રી દ્વિતીય ક્રમે શોભાબેન પાટીલ અને તૃતીય ક્રમે નીલાબેન પટેલ રહ્ના હતા. તેમજ તમામ વિનર્સને મહિલા પતંજલિ યોગ સમિતિ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટ તરફથી પધારેલા મહાનુભાવોના હસ્તે પુરસ્કાર ઍનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સફળ બનાવવા માટે મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી પ્રીતિ પાંડે તેમજ મહિલા પતંજલિની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.