Vishesh News »

વલસાડ-ખેરગામ રોડની કામગીરી શરૂ થતા ૩૫ ગામોના લોકોને મોટી રાહત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ,તા.૧૮ લાંબા સમય બાદ વલસાડ ખેરગામ રોડનું અટકેલા કામને ફરી વાર વલસાડ માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ ખેરગામ રોડની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવતા વલસાડ ખેરગાવ વિસ્તારના ૩૫ ગામોના રહીશો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ નોકરીયાતો અને મુસાફરોને ચોમાસા અગાઉ મોટી રાહત મળી છે.જો ઔરંગા નદી પર બ્રિજ બનાવવામાં આવે તો ચોમાસામાં ઓરંગા નદી પરનો બ્રિજ બંધ કરવામાં આવે છે. ૨૬ કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બને તો ૩૫ ગામોના લોકોને ચોમાસામાં મોટી રાહત મળી શકે તેમ છે. વલસાડ ખેરગામ રોડ પહોળો કરવા માટે સરકાર દ્વારા ૧૭ કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની કામગીરી ચાલતા વલસાડ ખેરગામ વિસ્તારના ૩૫ થી વધુ ગામોના રહીશો વાહનચાલકો નોકરીયાતો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આનંદમાં આવી ગયા હતા. રોડની કામગીરી પૂર જોશમાં ચાલતી હતી તે દરમિયાન સામાજિક વનીકરણ વિભાગ વલસાડ દ્વારા રોડની વચ્ચે કે સાઈડમાં આવતા ઝાડો આપવાની પરવાનગી નહીં આપી વલસાડ ખેરગામ રોડની કામગીરી અટકાવી દીધી હતી. વલસાડ ગામ રોડ નું નવીનીકરણ કામગીરી બંધ રહેતા ૩૫ ગામોના સરપંચોઍ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સાત દિવસમાં કામ શરૂ નહીં થાય તો વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૪૮ ચક્કા જામ કરી દેવાની ચીમકી આપી હતી. સરપંચો ઍ અલ્ટીમેટમ આપ્યા બાદ વહીવટી તંત્રના અધિકારીઓ રાજકીય પદાધિકારીઓ દોડતા થઈ ગયા તેમ છતાં પણ વલસાડ ખેરગામ રોડ બનાવવાની કામગીરી શરૂ નહીં થતાં વલસાડ અને ખેરગામ તાલુકાના સરપંચોની કલવાડા ગામે મિટિંગ મળી અને આંદોલન કરવાની રણનીતિ તૈયાર કરી જેના ભાગરૂપે ગુંદલાવ હાઈવે પર ગામોના સરપંચો આગેવાનો ભેગા મળી જળવાઈમાં આવેલ વન વિભાગની કચેરીઍ ભજન કીર્તન કરી સામાજિક ધ્વનીકરણ અધિકારીને આવેદન પત્ર પઠાવતા તેમણે ફોરેસ્ટ ક્લિયરન્સ આપવાની બાહેદરી આપી હતી. વલસાડ ખેરગામ રોડની કામગીરી બંધ રહેલી કામગીરી ફરીથી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી હતી અને ફરીવાર બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે હાલમાં છેલ્લા ઍક અઠવાડિયાથી વલસાડ ખેરગામ રોડ પર પરિવાર રોડની કામગીરી શરૂઆત કરવામાં આવતા વલસાડ ખેરગામ વિસ્તારના ૩૫ ગામોના રહીશો, નોકરીયા તો શાળા કોલેજમાં વિદ્યાર્થીઓ મુસાફરોને ચોમાસા અગાઉ મોટી રાહત મળી છે. જો ઔરંગા નદી પર બ્રિજ બનાવવામાં આવે તો ચોમાસામાં ઓરંગા નદી પરનો બ્રિજ બંધ કરવામાં આવે છે. ૨૬ કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બને તો ૩૫ ગામોના લોકોને ચોમાસામાં મોટી રાહત મળી શકે તેમ છે.