Vishesh News »

વલસાડ જીલ્લામાં પાવરગ્રીડના મુદ્દે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કલેક્ટર આવેદન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ જિલ્લામાંથી પાવર ગ્રીડની હાઈ ટેન્શન લાઈન પસાર થવાના મામલે કંપની દ્વારા જમીનનો ઉપયોગ અને અગ્રીમેન્ટમાં જંત્રી મુજબના ભાવ ઝાડનું યોગ્ય વળતર બુલેટ ટ્રેન અને ઍક્સપ્રેસ હાઈવેના વળતર કરતા વધુ વળતર મળે તેવી માંગણી સાથે આજરોજ ખેડૂતો સમન્વય સમિતિની આગેવાનીમાં પાવર ગ્રીડ પ્રોજેકટના અસર ગ્રસ્ત ખેડૂતો વિરોધ નોંધાવ્યો છે. આગામી દિવસોમાં પાવર ગ્રીડમાં જમીન સંપાદન અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીનો પાવર ગ્રીડ પ્રોજેકટના અસર ગ્રસ્ત ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. વલસાડ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના જમનભાઈ પટેલ અને પ્રજ્ઞેશભાઈ પટેલે આજનું વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે વલસાડ જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેકટ હેઠળ હાઇટેનશન લાઇન પસાર થનાર છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના ખેડૂતોની અમૂલ્ય ફળદ્રુપ જમીન ઉપર પાવર ગ્રીડ કંપની દ્વારા લાઇન લઈ જનાર છે. પાવર ગ્રીડની લાઇન અંડર ગ્રાઉન્ડ લાઇન લઈ જવા માંગ કરી છે. સાથે હાઇ ટેનશનમાં લઇ જવાની ફરજ પડે તો જમીનના ૧ હજાર રૂપિયા સ્કવેર મીટરના ભાવે કિંમત ચૂકવવા માંગ કરી છે. વલસાડ જિલ્લાના ખેડૂતો ઘણા સમયથી પાવર ગ્રીડ પ્રોજેકટમાં ખેડૂતો જમીન સંપાદન અંગે યોગ્ય વળતર નહિ મળતા સમન્વય સમિતિની આગેવાનો સાથે પાવર ગ્રીડ કંપની અધિકારીઓઍ જમીનના વળતર અને ઝાડના વળતર બાબતે યોગ્ય જાણકારી આપવામાં આવી નથી. જેને લઈને વલસાડ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના બેનર હેઠળ ખેડૂત અગ્રણીઓઍ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જમીનના અને ઝાડના યોગ્ય વળતર અંગે રજુઆત કરી હતી. આગામી દિવસોમાં પાવર ગ્રીડમાં જમીન સંપાદન અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીનો પાવર ગ્રીડ -ોજેકટના અસર ગ્રસ્ત ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.