Vishesh News »

ધરમપુર શહેરમાં હોળીનાં હાટ બજારમાં માનવ મહેરામણ ઉમટયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૮ ઃ ધરમપુર પંથકમાં હોળી નાં સોમવારના હાટ બજાર માં ધરમપુર-કપરાડા ગ્રામ્ય વિસ્તારના આદિવાસી સમાજ નાં લોકો હોળીના તહેવારની ખરીદી કરવા માટે હાટ બજારમાં મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. હાટ બજારમાં ભવાની માતા ના વિવિધ પોષાકો પહેરી વજીંત્રની તાલે ફાગ ઉઘરાવતા નજરે પડ્યા હતા જોકે હાટ બજારમાં આ વખતે ધરમપુર શહેરમાં રેડીમેઇડસ્ટોર્સ, અનાજ કરિયાણાની દુકાન માં લોકો બટાકા કાંદા ખજુર કોપરું સહિત અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી હોળી નાં હાટ બજારમાં મુખ્ય દરબારગઢ, મોટા બજાર, આસુરા ઝાંપા હાથીખાના ઍસ ટી ડેપો રોડ વિસ્તારમા ખરીદી કરવા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઊમટી પડયા હતાં.