Vishesh News »

જગાલાલા હિંગરાજના તળાવમાંથી મોટરો મૂકી પાણી ઉલેચનાર સામે કાર્યવાહી કયારે?

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૮ ઃ વલસાડના જગાલાલા હિંગળાજ ગામે પોણિયું તળાવમાં પાણી હોવા છતાં ભૂમાફિયાઓ તળાવ માં મોટર મૂકી પાઇપ ખેતરોમાંથી લઈ જઈ ઔરગાનદીમાં પાણી છોડી દેવામાં આવે છે. તળાવમાંથી ગેરકાયદેસર રીતે પાણી કાઢનાર ઇસમ સામે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, વલસાડ ટી.ડી.ઓ. કાયદેસરના પગલાં ભરે તેવી માગણી કરી છે. દર વર્ષે માર્ચ ઍપ્રિલ મે અને અડધો જૂન મહિનામાં પાણીની તંગીના કારણે ગ્રામજનો તેમજ ખેડૂતોમાં પાણી બાબતે બુમરાણો ઊઠતી હોય છે. જેના સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સુજલમ સુફલામ યોજના હેઠળ ગામમાં આવેલા તળાવો ઊંડા કરવાની યોજના અમલમાં મુકવામાં આવતી હોય છે. હાલમાં જ સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકી છે. સુજલામ સુફલામ યોજના જાહેર કરતા ભુમાફિયા ઓ મોટી મોટી મોટરો લગાવી રાતો રાત તળાવો માંથી પાણી ખાલી કરી રહ્ના છે.ત્યારે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા જગાલાલા હિંગરાજગામે પોણિયું તળાવ આવેલું છે. આ તળાવ પાણીથી છલોછલ ભરેલુ હોવા છતાં વિસ્તારના ભૂમાફિયા ઍ તળાવમાંથી માટી ખોદવા માટે ઍક અઠવાડિયાથી મશીનો મૂકી રાત્રે મોટર ચલાવી પાણી બહાર કાઢી લાંબો પાઇપ ખેતરોમાંથી લઈ જઈ સીધા ઓરંગા નદી કિનારે તળાવનું પાણી સીધેસીધું છોડી દેવામાં આવે છે. અત્રે ઉલ્લેખની છે કે બે વર્ષ અગાઉ ભારત દેશના માજી વડાપ્રધાન અને વલસાડના પનોતા પુત્ર ઍવા મોરારજીભાઈ દેસાઈના ભદેલીગામે આવેલા તળાવ માં પાણી હોવા છતાં ૮ જેટલી મોટરો લગાવી રાતોરાત હજારો ગેલન પાણી કાઢી નાખવામાં આવ્યું હતું. જે બાદ આ માટી માફિયાઓઍ બેફામ હજારો ટન માટી લઈ ગયા હતા. ભદેલી તળાવ માંથી પાણી કાઢવાના મામલે આજ દિન સુધી કલેકટર, ડીડી.ઓ., ટી. ડી. ઓ.ઍ આવા ભૂમાફિયા સામે કાયદેસરના પગલાં નહીં લેવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જગાલાલા હિંગળાજ ગામે આવેલ પોણિયું તળાવમાંથી પાણી કાઢી નાખવા સામે જિલ્લા કલેકટર તપાસના આદેશ કરાવી તેની સામે કડક કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માગણી છે.