Vishesh News »

વાપી ટ્રેનમાં ચઢતી વખતે ધક્કો લાગતાં યુવક નીચે પટકાયો ઃ રેલ્વે સ્ટેશને દોડધામ મચી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૮ ઃ વાપી થી બિહાર વતન જવા માટે આવેલ ૨૫ વર્ષીય યુવકને ટ્રેનમાં બેસતી વખતે યાત્રીઓની ભીડમાં ચાલુ ટ્રેને ધક્કો લાગી જતા યુવક ફટકાયો અને ગંભીર રીતે ઇજા થતાં તાત્કાલિક ૧૦૮ ઈમેજ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાને પગલે સમગ્ર વાપી રેલવે સ્ટેશન પર ભારે દોડધામ મચી જવા પામી હતી. વાપી રેલવે સ્ટેશન ખાતે ૨૫ વર્ષીય, કુંદન સુરેન્દ્ર જાદવ તેના પિતરાઈભાઈ રવિન્દ્ર સાથે વાપી રેલવે સ્ટેશન આવી પહોંચ્યો હતો. વાપી રેલવે સ્ટેશનથી ગ્વાલિયર બાંદ્રા ઍક્સપ્રેસ ટ્રેનમાં બિહાર તરફ જવા નીકળ્યો હતો. વાપી રેલવે સ્ટેશન ખાતે ગ્વાલિયર બાંદ્રા ઍક્સપ્રેસ ટ્રેનમાં ચાલુ ટ્રેને બેસવા જતા કુંદનને યાત્રીનો ધક્કો લાગી જતા ચાલુ ટ્રેન નીચ પટકાયો હતો. કુંદન ચાલુ ટ્રેને નીચે પટકાતાગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. રેલવે યાત્રીઓને તત્કાલલિક ટ્રેનને અટકાવી હતી. ઘટનાની જાણ વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને ઘટનાની જાણ કરી હતી. વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે તાત્કાલિક વાપી જીઆરપી અને આરપીઍફની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી જીઆરપીની ટીમે તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે વાપી ૧૦૮ની ટીમની મદદ લઈને પ્રથમ ચલા સીઍચસી અને ત્યાર બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટના અંગે વાપી રેલવે સ્ટેશનના જીઆરપીની ટીમે નોંધ લઈને આગળની તપાસ હાથ ધરી છે.