Vishesh News »

વલસાડમાં બાંધકામ કરતી વખતે શ્રમિક પહેલા માળેથી પટકાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૮ ઃ વલસાડના તિથલ રોડ પર આજે સ્કૂલ પાસે ચાલતા નવી બિલ્ડીંગના બાંધકામમાં બપોરે ૩૫ વર્ષીય શ્રમિક પાલક બાંધતી વખતે નીચે હાથ પગ અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેને ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે શ્રમિક અને કોન્ટ્રાક્ટર દ્વારા સેફટીના કોઈપણ સાધનો આપવામાં આવ્યા ન હોવાનું જોવા મળ્યું હતું. વલસાડ શહેરના તિથે રોડ પર આર જે. જે. સ્કૂલની બહાર નવી બિલ્ડીંગનો બાંધકામ ચાલી રહ્નાં છે. આ બિલ્ડિંગમાં કામ કરનારા શ્રમિકો આજરોજ બપોરે પહેલા માળે પાલક બાંધતી વખતે અચાનક ૩૫ વર્ષીય હરસિંગ નામના શ્રમિક પાલક પરથી નીચે ફટકાતા નીચે બાંધેલા લાકડાના ટીક્કા સાથે ધડાકાભેર અથડાતા નીચે પટકાયો હતો. આ સમિકને હાથ પગ તેમજ માથામાં ગંભીર ઇજા થતા ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શ્રમિક હરસિંગ તથા અન્ય કામ કરી રહેલા શ્રમિકોને કોઈપણ જાતના સેફટી ના સાધનો કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યા ન હોવાનો જોવા મળ્યું હતું. વલસાડ સીટી પોલીસ ની ટીમ દોડી ગઈ હતી. હાલમાં શ્રમિક હરિસિંગની સારવાર ચાલી રહી છે.