Vishesh News »

થાલાથી અપહરણ અને પોક્સો ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૮ ઃ છેલ્લા ત્રણ વર્ષથી અપહરણ તથા પોક્સોના ગુનામા નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી વલસાડ સીટી પોલીસની ટીમે ચીખલીના થાલાગામ વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ સીટી પોલીસ મથકની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાતમી મળી કે ત્રણ વર્ષ અગાઉ અપહરણ અને પોક્સોના ગુનાનો આરોપી પ્રકાશભાઇ દીપકભાઇ ડામોર રહે રૂપજીખુંટા બાસવાડા જાલમપુરા (રાજસ્થાન)નો હાલ નવસારી જીલ્લાના ચીખલી તાલુકા થાલા ગામે રહે છે. બાતમીની હકીકત આધારે ચીખલીના થાલા ગામે પોલીસે આરોપી પ્રકાશ દિપક ડામોરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ લીધો હતો. વલસાડ સીટી પોલીસની ટીમે ત્રણ વર્ષથી અપહરણ અને પોક્સો ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરતા પોલીસે વધુ ઍક ગુનો ઉકેલવામાં સફળતા મળી છે.