Vishesh News »

કુંડી અોવરબ્રીજ ઉપરથી બટાકા ભરેલ ટ્રક પલ્ટી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૮ ઃ ઉત્તરપ્રદેશના આગ્રાથી બટાકાનો જથ્થો ભરી મુંબઈ માર્કેટમાં ખાલી કરવા જતી વખતે મધ્ય રાત્રે પસાર થઈ રહેલી ટ્રક વલસાડના કુંડી હાઇવે પર ટ્રકને આગળની ઍક્સલ તૂટી જતા બંને ટાયર છૂટા પડતા ટ્રક હાઇવે ઉપર પલટી મારી હતી. જોકે ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉત્તર પ્રદેશના આગરાથી બટાકાનો જથ્થો ભરી મુંબઈ માર્કેટમાં ખાલી કરવા માટે જઈ રહેલી ઍક ટ્રક નંબર આરજે-૦૫-જે.બી.-૧૯૨૮નંબરની ટ્રક વલસાડના નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી પસાર થતી વખતે મધ્ય રાત્રે વલસાડના કુંડી હાઇવે ઓવરબ્રીજ ઉપર જતાને સાથે ટ્રકની આગળની ઍક્સેલ તૂટી જતા બંને ટાયર છૂટા પડી ગયા હતા અને ટ્રક નેશનલ હાઇવે ઉપર પલટી મારી ગઈ હતી. બટાકા ભરેલી ટ્રક પલટી મારતા ઉપર બટાકાનો જથ્થો વેર વિખેર થઈ ગયો હતો. હાઈવે પર અવરજવર પર રોક લાગી હતી. સમગ્ર અકસ્માતના બનાવની જાણ હાઇવે ઓથોરિટી તથા ડુંગરી પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહનોને સર્વિસ રોડ ઉપર વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો. પોલીસે ક્રેન મંગાવી ટ્રકને સાઇડે કરાવવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.