Vishesh News »

વલસાડ રેલ્વેયાર્ડનો રસ્તો ખુલ્લો કરાવવા ધારાસભ્યની રેલ્વે વિભાગને રજુઆત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૮ ઃ વલસાડના ધારાસભ્ય રેલવે વિભાગ દ્વારા વલસાડના યુડીપી હોટલ સામેથી વલસાડ રેલવે યાર્ડમાં જતો રસ્તો ખુલ્લો કરવા બાબત તેમજ અતુલ નજીકના દિવેદગામે રેલવે બ્રિજ આગળ અવર-જવર કરવા માટે સીડી મૂકવા માટે વલસાડ રેલવે ઍરિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે વલસાડ રેલવે ઍરિયા મેનેજર લેખિતમાં રજૂઆત વલસાડ સ્ટેશન રોડ આગળ યુડીપી હોટલની દક્ષિણ દિશામાં રેલ્વે યાર્ડ માંથી રંગઉપવન થઇ સ્ટેશન સુધીનો રસ્તો જે વર્ષોથી લોકો ઉપયોગ કરતા આવેલા છે. અને આ રસ્તાથી નોકરયાત લોકોને ટ્રેન પકડવા માટે સરળતા રહે છે. ટ્રાફિક સમસ્યાનો પણ હલ થાય છે. પરંતુ છેલ્લ ૧૫ દિવસથી આ રસ્તો રેલ્વે વિભાગે રાહદારીઓને અવર જવર માટે બિલકુલ બંધ કરી દીધેલ છે. જેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્ના છે છે. વિસ્તારના રહીશોઍ હાલમાં જ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વર્ષોથી અવરજવર કરાવવામાં આવતો યુ ડી પી સામેથી પસાર થતો રસ્તો તાત્કાલિક ખોલવા માટે માંગણી કરી છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની બીજી રજૂઆતમાં વલસાડ રેલવે ઍરિયા મેનેજર ને રજૂઆત કરી કે અતુલ નજીક આવેલા વિવેક ડુંગરવાડી આગળ થોડા દિવસ પહેલા જ રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરંતુ તેની બાજુમાં લોકોને અવર-જવર કરવા માટે સીડી મૂકવામાં આવેલ નથી. સીડી મુકવા માટે વિસ્તારમાં રહીશો તેમજ નોકરીયાતો, શાળા કોલેજના વિદ્યાર્થીઓઍ ધારાસભ્યને રજૂઆત કરતા તેમણે લોકોને પડતી અગવડતા દૂર કરવા માટે રજૂઆત કરી છે.