Vishesh News »

તોરણવેરાથી વીજકંપનીના ચોરેલા વાયરો સાથે ૩ ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૧૮ ઃ ખેરગામ તાલુકાના તોરણવેરા ગામેથી જીઇબીના કોન્ટ્રાક્ટરના ગોડાઉનમાં કેબલ વાયરો ચોરાયાની ઘટનામાં ત્રણ જેટલા આરોપીઓને ખેરગામ પોલીસે ઝડપી પાડી ટેમ્પો સહિત ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખેરગામ તાલુકા ના તોરણવેરા ગામના ચીકાર ફળીયા ખાતે રહેતા ઈશ્વર ગરાસિયાની જગ્યામાં વીજ કોન્ટ્રાક્ટર અમૃત છિબા પટેલે વીજ કંપનીનો સર સામાન નાખેલ હોય જેમાંથી કેબલ વાયરોના ટુકડા જેનું વજન આશરે ૧૬૫ કી. ગ્રામ કિંમત રૂપિયા ૧૯.૮૦૦ જે કેટલાક તસ્કરો ચોરી કરી ગયેલ હોય દરમિયાન ઘટનાની તપાસ કરી રહેલ ખેરગામ પીઍસઆઇ ઍમ બી ગામીતે ગણતરીના કલાકોમાં જ ચોરીના મુદ્દા માલ સાથે ત્રણ જેટલા આરોપીઓને થ્રી વીલર ટેમ્પા સાથે ઝડપી પાડ્યા હતા ખેરગામ પોલીસે રૂ. ૧૯૮૦૦ નો કેબલ વાયર તેમજ થ્રી વ્હીલર પીયાગો ટેમ્પો નંબર જીજે-૧૫-વાય-૯૧૩૭ જેની કિંમત રૂ. ૫૦,૦૦૦ જે કબજે કરી ઘટનામાં સંડોવાયેલ ફિરોઝબેગ ઝહીરબેગ ઉસેનબેગ ઉ.વ. ૨૧ તથા મોહમ્મદ જુલકર નયન મોહમ્મદ રસીદ મોહમ્મદ હનીફ ઉ.વ. ૫૯ બંને રહે રૂમલા સરકારી દવાખાનાની પાછળ તા. ચીખલી મૂળ રહે ગુડેગાંવ તા. તેલહારા જી. આકોલા મહારાષ્ટ્ર આ બંને રહીશો ભંગારનો ધંધો કરતા હોય તથા ચુની સિંગ અમરસિંગ ચત્તર સિંગ ચૌહાણ ઉ.વ.૫૫ રહે. તોરણવેરા નિશાળ ફળીયા તા. ખેરગામ મૂળ રહે. માલવાફતેગઢ તા. બદનોર જી. ભીલવાડા રાજસ્થાનને ઝડપી પાડી ખેરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.