Vishesh News »

ટુકવાડામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૮ ઃ વાપીના સ્વ. ડો. વિજયભાઇ જોષીના સ્મરણાર્થે ટુંકવાડા ગામે રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. વાપીના જાણીતા સ્વ. ડો. વિજયભાઇ જોષી વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વર્ષમાં બેથી ત્રણ મફત મેડિકલ કેમ્પ યોજી દર્દીઓને દવા વિતરણ કરતા હતા. તેમના દેહાંત બાદ તેમની પત્ની ડો. અંજનાબેન જોષીઍ હવે આ સેવા કાર્યરત રાખી છે. પારડી તાલુકાના ટુંકવાડા ગામે આવેલ લાલુભાઇની વાડીમાં રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ગામ તેમજ આસપાસના ૨૬૦થી વધુ દર્દીઓઍ ચકાસણી કરાવી હતી. આ કેમ્પમાં આંખના ૧૭૦ દર્દી જ્યારે જનરલ ૯૦ દર્દીઓની નોંધણી કરાઇ હતી. ડો. અંજનાબેન જોષીઍ જણાવ્યું હતું કે તપાસમાં હાડકા કમજોર જોવા મળ્યા - ગ્રામ્ય વિસ્તારમાં લોકો ચોખાના રોટલા વધારે ખાય છે. જેથી આ કેમ્પમાં કમર અને જોઇન્ટ પેઇનના દર્દીઓ વધુ જોવા મળ્યા બાજરા, લીલી શાકભાજી વિગેરે ખાનપાનમાં ઉમેરાય તો લોકોને રાહત મળે તેમ છે. દર્દીઓને મફતમાં દવા પણ વિતરણ કર્યા હતા. કેમ્પમાં અંજનાબેનની સાથે ગોલ્ડ મેડલિસ્ટ ડો. શ્રુતિબેન શાહ, આંખના વિશેષજ્ઞ ડો. ચારૂબેન ચૌહાણઍ સેવા આપી હતી. જ્યારે અતિથિમાં દમણગંગા ટાઇમ્સના મંજુલાબેન ઉકાણી, પ્રવીણાબેન શાહ, રેખાબેન ભંડારી, રોટરીના જયેન્દ્રભાઇ પટેલ, બિપીનભાઇ પટેલ, સંજયભાઇ અને દીબેન ત્રિવેદી હાજર રહ્ના હતા.