Vishesh News »

વાપી પીઍફ કચેરીના અકાઉન્ટન્ટને અજાણ્યા વાહને ટક્કર મારતા ઈજા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૮ ઃ વાપીના પીઍફ કચેરીમાં ઍકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી લંચ સમયે ગુંજન વિસ્તારમાં ચપ્પલ ખરીદવા ગયા હતા અને પરત ફરતી વખતે પાછળથી કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર રીતે ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતાં. વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ મધ્યપ્રદેશના અને હાલ વાપી તાલુકાના કરમખલ ગામે રહેતા નરેન્દ્રસિંગ શેરસીંગ પરાર (ઉં.૪૭) પરિવાર સાથે રહે છે. તેની ૨૪ વર્ષીય દિકરી કંચનબેન વાપી ગુંજન સ્થિત પીઍફ ઓફિસમાં ઍકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તેઓની ચંપલ તૂટી ગયેલી હતી અને તેઓ લંચના સમયે દુકાને ચંપલ ખરીદી કરી પરત ફરી રહ્ના હતા તે સમયે પાછળથી કોઈક વાહનની જોરદાર ટક્કર લાગી હતી. જે અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો અને કંચનબેનના પગમાં ફ્રેકચર થયું હતું. ઈજાગ્રસ્તને વાપી હોસ્પિટલ અને વધુ સારવાર માટે સેલવાસ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે બનાવ અંગેની ફરિયાદ ઈજાગ્રસ્તના પિતા નરેન્દ્રસીંગે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરતા પોલીસે અકસ્માત ગુનો નોંધી ગુંજન વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.