Vishesh News »

ચિવલનું મરીમાતા મંદિર પરીક્ષાર્થીઓ માટે આસ્થાનું કેન્દ્ર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) નાનાપોîઢા, તા. ૧૭ : નાનાપોઢા થી માત્ર ત્રણ ચાર કિલોમીટરનું અંતર ધરાવતું પૌરાણિક સ્થળ મરી માતા જ્યાં પરીક્ષાર્થીઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હાલે ચાલી રહેલ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પોતાની આસ્થા લઈને પરીક્ષા પૂર્વે અથવા પરીક્ષા દરમિયાન તેઓ ચિવલ મરી માતા પાસે આવી અચૂક દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ થાય ઍવી આસ્થા રાખે છે. મરી માતા પૌરાણિક સ્થળ ધરાવતું લોકો માટે પણ આ આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા અનેક લોકો અનેક સંપ્રદાયના લોકો પણ આવીને દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી આસ્થા ધરાવે છે. અહીંયા દિવસ દરમિયાન લોકો દર્શન માટે અચૂક આવીને દર્શન કરે છે. જતા આવતા લોકો પોતાની આસ્થા પ્રમાણે શીશ નમાવીને પણ દર્શન કરે છે. જ્યારે જે લોકોની મનોકામના પૂર્ણ થાય ત્યારે કથા, સતસંગ રાખે છે. દર વર્ષે બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ થાય ઍ માટે અચૂક આવીને દર્શન કરે છે. અને પૂરેપૂરી આસ્થા રાખે છે