Vishesh News »

ધરમપુર સ્વર્ગવાહીનીના નવનિર્મિત પુલ વિસ્તારમાં દબાણોથી ટ્રાફિક

ધરમપુરનો પત્ર - ભરત પાટીલ, ધરમપુર ધરમપુરના જાહેર માર્ગ પર ધમધમી રહેલા પાથરણા તેમજ લારીગલાવાળા પ્રશાસન માટે પડકાર સમાન ૧૦૮ ગ્રામ્ય વિસ્તાર સાથે સંકળાયેલા ધરમપુર તાલુકાના ગ્રામવાસીઓ કામકાજ અર્થે ધરમપુર શહેરમાં રોજિંદા આવન જાવન કરતા હોય છે જેને લઇ ધરમપુર નગરના ચારેય તરફ માનવ મહેરામણ ઉંમટેલું જોવા મળતુ હોય છે. છેલ્લા કેટલાક સમયથી ધરમપુર નગર વિસ્તારના જાહેર રસ્તા ઉપર બેફામ રીતે પાથરણા લારીગલાવાળાનો ધમધમાટ જોવા મળી રહ્ના છે જેને લઇ નગરના કેટલાક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી છે જે ધરમપુરના પ્રશાસન માટે પડકાર સમાન સ્થિતિ જોવા મળી રહે છે આશરે ૪૦ હજારની આસપાસ વસ્તી ધરાવતા ધરમપુર શહેર વિસ્તારમાં રોજિંદા કામકાજ અર્થે ધંધા અર્થે તેમ જ અન્ય જરૂરિયાત અનુસાર ધરમપુર કપરાડા વિસ્તારના ગ્રામીણજનો ધરમપુર શહેરની મુલાકાતે આવતા હોય છે ધરમપુર નગરના કેટલાક વિસ્તારો તરફ ઍક નજર કરતા હાથીખાનાથી લઈ સમડી ચોક સુધી બેફામ રીતે મન ફાવે ત્યાં તંબુ વધારી તેમજ લારી ગલ્લાઓ દ્રશ્યમાન થઈ રહ્ના છે ધરમપુરમાં સોમવારે ભરાતા હાટ બજારમાં નવનિર્માણ પામેલ સ્વર્ગવાહીની નદીના પુલથી લઈ સમડી ચોક સુધી બંને બાજુઍ લારી ગલ્લાવાળા નિયમને નેવે મૂકી મન ફાવે ત્યાં લારી ગોઠવી વેચાણ કરતા હોય છે જેને કારણે ત્યાંથી પસાર થતાં નાના મોટા વાહન ચાલાકો ઍ ક્યાંથી પસાર થવું ઍવી વિમાસણમાં મુકાઈ જતા હોય છે બંને બાજુઍ ગોઠવાયેલા લારી ગલ્લા વાળાને કારણે ટ્રાફિક સમસ્યા ઉદભવતી હોય છે ઍ જ રીતે પ્રભૂ ફળિયાથી આસુરા ઝાપા બજાર સુધી લારી ગલ્લાવાળા જાહેર રસ્તાને અડીને વેચાણ કરતા હોય છે જે આ સમસ્યા બાબતે ભૂતકાળમાં ધરમપુર પ્રશાસન દ્વારા અનેક વખત ટ્રાફિક અડચણરૂપ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ નગરના મહત્વના વિસ્તારોમાં જેસે થે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હવે પછી આગામી હોળીના તહેવારમાં ધરમપુર શહેરમાં ધરમપુર ં કપરાડા ના ગ્રામ્ય વિસ્તારથી ખરીદ વેચાણ માટે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આવતા હોય છે તે પહેલા ધરમપુર પ્રશાસન ટ્રાફિક અડચન કરનારા પાથરણા વાળા કે પછી રસ્તાની લગોલગ તંબુ બાધનારાઓ ને સૂચન કરી યોગ્ય જગ્યાઍ ખસેડવામાં આવશે તો ધરમપુર- કપરાડા વિસ્તારમાં મહત્વ ધરાવતા હોળીના તહેવારમાં ધરમપુર શહેરમા ટ્રાફિક મુદ્દે મુશ્કેલી કે સમસ્યા ન ઉદ્ભભવી શકે તે ઉપરાંત ધરમપુર નગરના જાહેર રસ્તા ઉપર કેટલાક શિક્ષિત મહાશયો પોતાનું વાહન પાર્ક કરી બજારમાં ખરીદી કરવા જતાહોય છે જેને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે ઉપરોક્ત ઉદ્ભભવતી સમસ્યા બાબતે ધરમપુર પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ઍ સમયની રાહ જોવાઈ રહી છે.