Vishesh News »

નાનાપોઢા સર્કલ નાનુ કરવું જરુરી

નાનાપોîઢાનો પત્ર - બાબુ ચૌધરી, નાનાપોîઢા નાનાપોઢા વિકસતું અને ધબકતું કપરાડા તાલુકાનું મુખ્ય સેન્ટર છે. જે નાશિક, ધરમપુર, વલસાડ, વાપી જેવા શહેરો સાથે જોડાણ ધરાવતું સ્થળ છે. પરંતુ અહીંયા ચાર રસ્તા પરનું સર્કલ ચારે દિશાના નાસિક, વલસાડ વાપી અને ધરમપુર શહેરો સાથે જોડાણ ધરાવે છે. જેના કારણે આ ચારે દિશાઓથી આવતા વાહનો અહીંયાથી પસાર થાય છે. જેથી અહીંયાનું સર્કલ મોટું હોવાને કારણે વાહનો માટે ટર્ન લેવામાં તકલીફો ઊભી થાય છે .જેથી આ સર્કલનો વ્યાસ નાનો કરી વાહનો માટે ટર્ન લેવાય યોગ્ય જગ્યા કરવી જરૂરી બને તેમ છે. નાસિક જેવા ઔદ્યોગિક વસાહત ધરાવતા શહેરોમાંથી ટ્રકો અહીંયાથી આવજા કરતી હોય તેમજ લાંબા કન્ટેનરો અહીંયાથી પસાર થાય છે. ત્યારે વાપી કે ધરમપુર તરફ જવા માટે ટર્ન લેવાની ખૂબ જ મુશ્કેલી સર્જાય છે. જ્યારે વાપી તરફથી આવી નાશિક તરફ જતા વાહનોને સર્કલનો ટર્ન લેવો મુશ્કેલ બને છે. બિલકુલ ટર્ન લઈ શકતા નથી. નાસિક, ધરમપુર રસ્તાની ખુણામાં મસ મોટું દબાણો આવેલ હોવાના કારણે વાહનોને ખૂબ જ અડચણ ઊભી થાય છે. જેના કારણે વાહન ચાલકો કોઈક વાત ફરીથી રિવર્સ લઈને ટર્ન કાપવો પડે છે અથવા તો આરટીઓના નિયમોને નેવી મૂકી જમણી સાઈડ થી ટર્ન લેવો મજબૂર બનવું પડે છે. વાપી, ધરમપુર, વલસાડ, નાસિક જેવા સીધેસીધા રસ્તે વાહનોને કોઈ જ પ્રકારની અડચણ ઊભી થતી નથી. જ્યાં ચાર રસ્તા હોય જ્યાં સર્કલ ખૂબ જ જરૂરી છે અને જેના કારણે ગામની શોભા દીપી ઉઠે છે. તેમજ વાહન અવરજવર માટે વાહનોની સગવડતા સરળ બને છે. અને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય છે પરંતુ કેટલાક વાહનચાલકો અને સ્થાનિક લોકોના મત પ્રમાણે આ સર્કલનો વ્યાસ થોડો નાનો કરવામાં આવે તો આજુબાજુ ની જગ્યા વધુ ખુલ્લી થાય અને જેના કારણે વાહનોને ટર્ન લેવા મુશ્કેલી ન સર્જાય.કોઈક વાર મસ મોટા કન્ટેનરો પસાર થાય અને ટર્ન લેવા મુશ્કેલી સર્જાય ત્યારે થોડીવાર થોભાવી આગળ પાછળ કરીને ટર્ન લેવા પડતો હોય ત્યારે થોડા સમય માટે વાહનો થંભી દેવાની નોબત આવતી હોવાના કારણે ટ્રાફિક સર્જાય છે. જેથી કેટલાક વાહનોને વિલંબ પણ થાય છે. ચાર રસ્તા અને સર્કલની આજુબાજુ ટોપલા ટોપલી કે અન્ય લારીગલા હોવાથી તેમજ કેટલાક વાહનો રસ્તાની આજુબાજુ પાર્ક કરેલ હોવાના કારણે પણ ટ્રાફિક સમસ્યા નડતરરૂપ બને છે. નાનાપોઢા દિવસ દરમિયાન ધબકતું રહે છે. વાહનોની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં થતી રહે છે. મસમોટા કન્ટેનરો, ટ્રકો પસાર થાય છે ત્યારે સર્કલ પાસે ટન લેવા આફત સર્જાતી હોવાથી ટર્ન ન લાગતા આજુબાજુ લારી ગલ્લા કે ટોપલા ટોપલી લઈને બેસતાં રાહદારીઓને અકસ્માત સર્જવાની ભીતી પણ રહેલી છે. સાથે ટર્ન લેતા વાહનનો પાછળનો ભાગ સર્કલને અડી જવાની પણ શક્યતા રહેલી છે. જેથી સર્કલને મોટું નુકસાન થઈ શકે ઍવી દહેસત સેવાય રહી છે.નાનાપોઢા ચાર રસ્તા પરનું સર્કલનો વ્યાસ થોડો નાનો કરવામાં આવે તો વાહનોને ટર્ન લેવા મહદંશે મોકળાશ થઈ શકે તેમ છે.