Vishesh News »

દમણ-દીવ અને દાનહની લોકસભા બેઠક પર વ્યક્તિ કરતાં પક્ષ નાનો?

(પ્રદીપ ભાવસાર) દમણ, તા. ૧૭ ઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી નાનું જિલ્લો છે અને પાર્ટી કરતા વ્યક્તિ ની ઓળખ કામ આવે છે. દાદરા નગર હવેલીમાં ડેલકર ગ્રુપ મજબૂત હોવાને કારણે ભાજપ દ્વારા કલાબેન ડેલકરને ઘરે બેઠા ટિકિટ આપવામાં આવી હતી. દમણમાં પણ વર્તમાન સંસદ સભ્ય લાલુભાઇ પટેલના લોકો સાથે સારા સંબંધ છે. લાલુભાઇ પટેલ પાસે પોતાના ૧૦ થી ૧૫ હજાર વોટ છે. ભાજપ પાર્ટી દ્વારા સર્વે કરતા લાલુભાઇ પટેલનું નામ આગળ આવ્યું હતું. દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ભાજપ ને ૫ વર્ષ મળ્યા હતા. તે છતાં ભાજપ પોતાની સારી ઓળખ ઊભી કરી નથી. ભાજપ મજબૂત થતી તો કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપતા તો કમળનું નિશાન અને મોદીના નામ થી વિજય થઈ જતો. પ્રધાનમંત્રીની અનેક યોજનાઓ આ પ્રદેશમાં લાગુ થઈ અને ર્નસિંગ થી મેડિકલ કોલેજ સુધીના અનેક વિકાસ કાર્ય થયા હતા. તે છતાં આ પ્રદેશમાં ભાજપ કમજોર હતી. જેના લીધે દમદાર વ્યક્તિને ટિકિટ આપવામાં આવી હતી. અનેક કાર્યકર્તાઓનો માનવું છે કે, દમણ અને દાદરા નગર હવેલી ઍક થયો તે સમયે ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ દાદર નગર હવેલીથી થવો જતો હતો. દાદરા નગર હવેલી વિશાલ છે અને મતદારો પણ વધારે છે. તે છતાં ભાજપા મે અનેક મોટી પોસ્ટ દમણ થી આપવામાં આવી હતી. ૫ વર્ષમાં ભાજપા મજબૂત થાય તે માટે જમીની સ્તરે કાર્ય ત્યાં નથી. પાર્ટીના દરેક કાર્યક્રમ તે ના તે ચેહરા જોવા મળતા હતા. રાષ્ટ્રીય નેતાઓના કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રીથી લોકોને લાવવો પડતો હતો. ભાજપા મજબૂત જોવા મળતી તો દમણ દીવમાં કોઈ પણ કાર્યકતાને ટિકિટ આપી વિંજય બનાવી લેતા. દાદરા નગર હવેલીમાં પણ ડેલકર ગ્રુપ સામે પાર્ટીને નમવો પડતો નથી. લોકોમાં ચર્ચા છે કે, દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પાર્ટી કરતા વ્યક્તિ મોટો છે.