Vishesh News »

વાપી પાલિકા દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૭ ઃ વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગની ટીમે વેરા વસૂલાત ઝુંબેશ દરમ્યાન ઍક બિલ્ડીંગનું નળ જોડાણ કાપવા સાથે ૨ ઔદ્યોગિક ઍકમો અને ૮ દુકાનોને તાળાં મારી કાર્યવાહી કરી હતી. અને ગત ઍક સાહમાં રૂ.૫૮ લાખની વસૂલાત કરી હતી વાપી પાલિકાના વેરા વસુલાત વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ હાલમાં માર્ચ ઍન્ડિંગ ને ધ્યાને લઈ પાલિકાના ભાગીદારો સામે વીરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અનેક મિલકતદારોને નોટિસ આપી તાત્કાલિક ધોરનું ભરવાની ચેતવણી આપી હતી પરંતુ કેટલાક સોસાયટીના રહીશો દ્વારા આ નોટિસને ધ્યાને ન લેતા પાલિકા ના વેરા વસુલાત વિભાગની ટીમ દ્વારા ચલા વિસ્તારમાં લાંબા સમયથી ઘરવેરો ના ભરનાર અભિષેક પાર્કને વારંવાર નોટીસો આપવા છતાં વેરો ન ભરાતા પાણી વિભાગની ટીમે બિલ્ડીંગનું નળ જોડાણ કાપી સેવા બંધ કરી હતી. જ્યારે આદિત્ય ઍવન્યુમાં ૨ દુકાન, શ્રી રેસીડેન્સીમાં ૨ દુકાન, શિવાલિકા ઍપાર્ટમેન્ટમાં ૧ દુકાનને તાળું માર્યું હતું. ડુંગરા વિસ્તારમાં ઘણા વર્ષોથી મિલકતવેરો ના ભરનાર દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ૨ ઔદ્યોગિક ઍકમોને તાળાં મારી કાર્યવાહી કરી હતી. ઍ ઉપરાંત દિલીપનગરમાં ૧ દુકાન, ડુંગરી ફળિયામાં ૧ દુકાન અને ગુરુદેવ કોમ્પ્લેક્ષમાં ૧ દુકાનને સીલ કરી દીધી હતી. ૩૬ મોટી બાકીદાર સોસાયટીઓને નગરપાલિકા દ્વારા અપાતી સેવાઓ બંધ કરવાની નોટીસો પણ આપવામાં આવી છે. નાગરિકોની સુવિધા માટે વાપી નગરપાલિકા તથા ચલા અને ડુંગરા ઝોન કચેરી ખાતે માર્ચ માસ માટે શનિ-રવિની જાહેર રજાઓમાં પણ ઘરવેરો સ્વીકારવામાં આવી રહ્ના છે. હાલમાં વેરાની બાકી રકમ પર ૬ ટકા વ્યાજ લાગી રહ્નાં છે. નાણાકીય વર્ષ પૂરું થતાં ૧૨્રુ વ્યાજ લાગનાર છે. વેરા વસૂલાત વિભાગની કામગીરી માં મુખ્ય અધિકારી રાકેશભાઈ ઠક્કર દીપકભાઈ ચભાડિયા શહીદની ટીમ દ્વારા કરાઈ હતી.