Vishesh News »

સુરત અને બીલીમોરા વચ્ચે બે વર્ષ પછી પ્રથમ બુલેટ ટ્રેન દોડશે

દેશની આ પ્રથમ હાઈ સ્પીડ ટ્રેન લગભગ ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે મુંબઈ, થાણે, વડોદરા, સુરત, આણંદ, સાબરમતી અને અમદાવાદને જોડશે (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૬, જાપાનના સહયોગ અને સ્વદેશી સંસાધનોથી બનેલી ભારતની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન નિર્ધારિત સમય મુજબ ચાલશે. જમીન સંપાદન સહિત અન્ય તમામ અવરોધો દૂર કરવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનનું પ્રથમ ઓપરેશન ૨૦૨૬માં ગુજરાતમાં સુરત અને બીલીમોરા સ્ટેશન વચ્ચે થશે. આ પછી, આ ટ્રેન ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈના કુલ ૫૦૮ કિલોમીટરના ટ્રેક પર દોડવાનું શરૂ કરશે. દેશની આ પ્રથમ હાઈ સ્પીડ ટ્રેન લગભગ ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ સાથે આ ટ્રેન મુંબઈ, થાણે, વાપી, વડોદરા, સુરત, આણંદ, સાબરમતી અને અમદાવાદને જોડશે. ગુજરાતમાં સ્થિત તમામ આઠ સ્ટેશનોને જોડવાનું પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ત્રણ સ્ટેશનનું નિર્માણ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત આપ્યા છે કે સુરત અને બીલીમોરા વચ્ચેના ૩૫ કિલોમીટરના ટ્રેકની તૈયારીઓ ઝડપી ગતિઍ થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે જમીન સંપાદનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે. અને દર મહિને ૧૪-૧૫ કિલોમીટરનો ટ્રેક બનાવવામાં આવી રહ્ના છે. મુંબઈ અને થાણે વચ્ચે દરિયામાં સાત કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું કામ ઝડપથી થઈ રહ્નાં છે. માર્ગમાં આવતી આઠ નદીઓ પર પુલ બનાવવામાં આવ્યા છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બની રહેલા હાઈસ્પીડ ટ્રેક પર લગભગ બે ડઝન બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા દસ કોચ હશે. ટ્રેનની સ્પીડના હિસાબે કુલ અંતર કાપવામાં અંદાજે ઍક કલાક અને ૫૮ મિનિટનો સમય લાગશે, પરંતુ રસ્તામાં ૧૨ સ્ટેશનો પર રોકાવાને કારણે આખું અંતર કાપવામાં અંદાજે બે કલાક અને ૫૭ મિનિટનો સમય લાગશે.